SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૭ જો જીવની યોગ્યતા ન હોય એટલે ‘‘કષાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.તો “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.'' એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.'' આમ સદ્ગુરુની આજ્ઞાનું આરાધન, એ જ સદ્ગનો યોગ છે. “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.'' માટે સદગુરુની આજ્ઞા મળી છે, તેનું ત્રણે યોગે આરાધન કરે તો સ્વચ્છંદ રોકાય. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨). D ગમે તેવા ઉત્તમ પક્વામાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ હરનાર થઈ પડે છે; તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનનાં નામ જે સ્વચ્છેદે બોલાય છે, ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને “પાપમૂળ અભિમાન' કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે ? માટે આત્મસિદ્ધિશાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે : “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.'' સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના, જે શાસ્ત્ર-ગીતાદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય, તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ પણ હોતું નથી, આટલી વાત ખાસ કરીને ઊંડા ઊતરીને વિચારી, દ્રઢ કરી દેવા જેવી છેજી. (બો-૩, પૃ.૧૯૭, આંક ૧૯૮) ‘आणाए धम्मो आणाए तवा' કોઇને હવે ૫.પૂ. પ્રભુશ્રીજી પોતાના ચિત્રપટ આપતા નથી. કેટલાયની પાસેથી પાછા પણ લઈ લીધા છે. વારંવાર તેઓશ્રી ઉપદેશમાં જણાવે છે કે પરમકૃપાળુદેવની ભક્તિ અમે કરીએ છીએ અને તમને પણ તે જ બતાવીએ છીએ. તેમાં સર્વ જ્ઞાની પુરુષો આવી જાય છે, કોઈ બહાર રહી જતા નથી. આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતાં, આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ, તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તો તેમાં ઘણો લાભ છે; કારણ કે આપણે આપણી મતિકલ્પનાએ માનીએ, તે સ્વછંદ છે અને સંતના કહેવાથી માનીએ તો આજ્ઞા પ્રમાણે વર્તતાં સ્વચ્છેદ રોકાય અને કલ્યાણ થાય. તમે વારંવાર આ વાત ઉપદેશમાં સાંભળી પણ હશે, પણ વિમૃત થઈ ગઈ હોય તો ફરી યાદ દેવડાવવા આ લખ્યું છે. તે વિચાર કરી, પરમકૃપાળુદેવની ભક્તિમાં સાચા અંત:કરણથી લીન થઈ, તેનાં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy