SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩ ) પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી બુદ્ધિ ઉપર મીંડું મૂકી ચોકડી તાણવા યોગ્ય છે; કારણ કે અનંતકાળથી તેણે પરિભ્રમણ કરાવવારૂપ ફળની પરંપરા આ જીવને આપીને દુ:ખી-દુઃખી કરી નાખ્યો છે; તો હવે આ ભવમાં તો પરમકૃપાળુદેવે સંમત કરેલું જ બુદ્ધિમાં બેસાડવું છે, તેણે કહેલું જ માનવું છે; ન સમજાય તો પણ તેનાં વચનો, આજ્ઞા ઉપાસતાં જીવનું કોટિગમે કલ્યાણ છે, એટલી અટળ શ્રદ્ધા કરી રાખવી છે. માર્ગ સાચો છે એટલો જેણે નિર્ણય કર્યો છે, તેને માર્ગે ચાલવાનું બળ ફરે છે; નહીં તો જીવ નિરાશ થઈ જઈ શિથિલ બને છે. માટે વાંચન, વિચાર, ચર્ચા બધાનો પાયો સહ્રદ્ધા છે અને તે જ પોષાય તેવા બીજા ઉપાય લેવા ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજીએ આ જ દ્રષ્ટિ કરાવવા ઘણાં વર્ષ સુધી અથાગ શ્રમ લીધો છે. બીજું બનો કે ન બનો, પણ પરમકૃપાળુદેવ અને તેનાં વચનો તથા તેના આશ્રય પ્રત્યે જેને ભક્તિ જાગી છે, તેનું જરૂર કલ્યાણ થવાનું છે એ માન્યતા વૃઢ, અચળ કરી દેવાની છે). (બી-૩, પૃ.૪૮૩, આંક ૫૧૫) D અનંતકાળથી જીવે સાચા અંતઃકરણે પુરુષનાં વચનનું ગ્રહણ કર્યું નથી, તેમ થવામાં અનેક પ્રકારે અંતરાયો આવ્યા કરે છે; પણ તે જ કરવું છે એવો જેણે નિશ્રય કર્યો છે, તેને તે અંતરાયો નરમ પડી, પરમ પ્રતીતિનો યોગ આવે છેજી. મોક્ષમાળામાં “સુખ સંબંધી વિચાર'ના છ પાઠ પરમકૃપાળુદેવે વાર્તારૂપે લખ્યા છે; તે વારંવાર વિચારવા યોગ્ય છેજી, લોકો સુખ કહે તે સુખ નથી, લોકો જેને દુઃખ કહે તે દુઃખ પણ નથી; પણ જ્ઞાની પુરુષ જેને દુઃખ કહ્યું છે તે દુઃખ જ્યારે લાગશે, આખું જગત દુઃખથી દાઝતું અનુભવાશે અને તેની ઝાળ પોતાની ચોતરફ વીંટાયેલી લાગશે ત્યારે જીવ તે દુ:ખોની કોઈ ભવમાં ફરી ઇચ્છા નહીં કરે અને જ્ઞાની પુરુષનાં વચનામૃતરૂપ દવાથી દુઃખની બળતરા દૂર કરી, તેણે જે સન્મુખ ચાખ્યું છે, વચનામૃતો વડે સમજાવ્યું છે અને તે જ પ્રાપ્ત કરાવવા પ્રેરણા કરે છે, તેની સાચી ભાવના જાગશે ત્યારે જીવ જાગ્રત થશે અને જાગશે ત્યારે માગશે. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હાલ તો આ મોહનિદ્રાની મીઠાશ છોડી, બપૈયા જેમ “પિયુ, પિયુ પોકારે છે, તેમ સત્સંગની ભૂખ લાગશે ત્યારે ક્યાંય ચેન નહીં પડે. સર્વ સુખો-વૈભવો વિનાશિક, અવિશ્વસનીય, અરમણિક, ઠગારાં, નરભવ લૂંટી જનારાં સમજાશે અને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ એ જ સાચું જીવન સમજાશે; તેને અર્થે મીરાંબાઇની પેઠે અનેક સંકટો વેઠવાં, તે અમૃત સમાન સમજાશે. આ ભાવના વારંવાર કરવા યોગ્ય છેજી; તે પરમકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ વૃત્તિ રહ્યા કરવાથી આપોઆપ જાગશે. (બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૫) I એક પણ શબ્દ, જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંત:કરણે એક પણ પુરુષનાં વચનને ગ્રહણ કરશે, તે અવશ્ય ધ્યેયને પામશે. આટલો બધો લાભ થાય છે તે જાણી, ખરી કમાણી કરવા ઇચ્છનાર વણિક બચ્ચો કેમ ઝાલ્યો રહે? વાણિયા લાભનો ધંધો છોડે જ નહીં, તો ધર્મમાં કેમ ઢીલ થતી હશે? મુમુક્ષતા કે સાચા વાણિયાપણું પ્રગટયું નથી. અવળી પાઘડી પહેરી છે, તે સવળી કરવાની છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy