SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ (૫00) આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષપદ છે અને તે મોક્ષના ઉપાય છે - આ છ પદનો નિશ્ચય વારંવાર વિચાર કરીને કર્તવ્ય છે. તે વિષે ઊંડા વિચાર કરી “હું આત્મા છું, આ દેહરૂપે દેખાઉં છું તે કલંક છે, મારું તો સમ્યકજ્ઞાન-દર્શનસ્વરૂપ છે; તે સિવાય જગતમાં કહેવાતી કોઈ ચીજ કે માણસ મારાં થઈ શકે નહીં, અને મારાં મનાય છે તે જ ક્લેશનું મૂળ છે.' એવો નિશ્રય થયે, કોઈ તરફથી સુખની કે દુઃખની અપેક્ષાવૃષ્ટિ નહીં રહે. હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જ કર્મ બાંધું છું અને ભોગવું છું અને બાંધીશ તો એકલો જ ભોગવીશ. માટે કોઈના તરફ દોષદ્રષ્ટિ નહીં રાખતાં, આ આત્માનો જ વાંક છે, તેનાં સર્વ સાધન બંધનરૂપ થયાં છે તે સવળાં કરી, મોક્ષમાર્ગમાં આ ભવમાં જો મન નહીં લગાડું તો પરભવમાં મારી શી વલે થશે ? એ વિચારી, સંસારની સર્વ ફિકરને વૈરાગ્યરૂપ ઘાસતેલ છાંટી, બાળી-જાળી, ફેંકી દઈ, એક સં સ્મરણ, પરમકૃપાળુદેવનો ચિત્રપટ અને તેનું શરણ દયમાં દ્રઢ રાખી, બીજેથી વૃત્તિ ઉઠાવી લઈ “હું પરમાનંદરૂપ છું, પરમકૃપાળુદેવના દ્ધયમાં જે શીતળીભૂત સુખ છે તે મારું સ્વરૂપ છે; મારે કોઈ રીતે દુઃખી થવું ઘટતું નથી. આ ભવમાં તેની ભક્તિ મળી છે તે મારાં મહાભાગ્ય છે; તે જો ચૂકીશ અને કષાયને વશ થઈ અવળું કરી બેસીશ તો મારી મહાકમબખ્તી થશે. માટે ગમે તેમ થાય તોપણ ભક્તિ કરવા જ જીવવું છે.' એ નિશ્રય તજવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૪૫૬, આંક ૪૭૮) D સંયોગો પલટાય છે. આત્મા કાયમ તેનો તે જ રહે છે. જેમ ઠરેલું ઘી આપણે જોયું હોય અને પછી તેને ગરમ કરીએ તો તે જ ઘી આપણને તેલ જેવું દેખાય; પણ જો પહેલેથી તે ઘીની સુગંધથી, ચાખવાથી ખરી ખાતરી કરી લીધી હોય તો પછી ગમે તે રૂપમાં તે ઘીને આપણે ઓળખી શકીએ. તેવી જ રીતે, આત્માને પણ તેના ગુણો વડે, અનુભવ વડે તપાસી, ખરી ખાતરી કરી લીધેલી હોય, તો પછી ગમે તે સંયોગોમાં પણ આપણે તેને ઓળખી શકીએ; નહીં તો સંયોગો પલટાતાં શ્રદ્ધા પણ પલટાઈ જાય. માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય અને ઉપશમ વડે આત્માને ઓળખવાની આજ્ઞા કરી છે. દેખાય છે તે બધું પલટાઈ જવાનું છે, તો પછી તેમાં રાગ કરીને ખોટી થવું નકામું છે. જે વસ્તુ હમણાં છે, તે સાંજે દેખાતી નથી. એવી વસ્તુમાં વિશ્વાસ, કોણ સમજુ હોય તે કરે? તે પરથી વિશ્વાસ ઊઠે તો સહેજે ઉપશમ થાય, ઉપશમ એટલે કષાયોની મંદતા. જો વસ્તુનું સ્વરૂપ સમજાય, તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક થાય જ ક્યાંથી? માટે વૈરાગ્ય વધારવાની જરૂર છે. (બો-૧, પૃ.૭૧, આંક પ૫). D (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વતો ધર્મ મૂકીને, હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું, અર્થાત્ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું. (૨) સદ્ગુરુએ આપેલો, અનંત દયાએ કરીને, “સહજાન્મસ્વરૂપ' ને મૂકીને, ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને સાક્ષાત જેવી વસ્તુ કલ્પીને, એમાં હવે પછી ભ્રમાઇશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને “સહજાત્મસ્વરૂપ'માં જ ત્રિકાળ વાસ કરીને રહીશ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy