SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ (४८८ દેહને નિમિત્તે જ જીવે દુઃખ ભોગવ્યાં છે, ભોગવે છે અને ભોગવશે. તેથી તો આલોચનામાં બોલીએ છીએ કે “કાય ત્યજનમય હોય, કાય સબકો દુ:ખદાયી.” આમ સનકુમારની પેઠે દેહને દુઃખની ખાણ જાણી, તેથી આત્મકલ્યાણ સાધવાનો સંકલ્પ કરી, યથાશક્તિ પુરુષાર્થ જ્ઞાનીની આજ્ઞાએ કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬) T આ જીવે ઘણા ભવમાં પોતાને દુઃખી કર્યો છે. માટે આ ભવમાં દેહને પ્રધાનપણું આપવા યોગ્ય નથી. રસ્તામાં જતાં, કોઈ શત્રુ મળ્યો તો કંઈ તકરાર થાય નહીં, તેમ સાચવીને રસ્તો ઓળંગી જઇએ, પણ અંતરમાં શત્રુપણાના ભાવ જાય નહીં; તેમ દેહે શત્રુનું કામ કરેલું છે, તેની સાથે સમજીને, માત્ર કામ ચલાવવાનું છે. અંતરમાં તો તેવો ભેદભાવ રાખવો. એમાં કદી એકાકાર થવું નહીં. (બો-૧, પૃ.૭, આંક ૭) જ્યાં સુધી શરીર કામ આપી શકે એવું છે ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી. શરીરની ઘણી સેવા કરી, તેને આટલાં વર્ષ પાળ્યું છે, તે હવે મોક્ષમાર્ગમાં કામ લાગે તો બધું લેખે આવે તેમ છે. શરીરમાં ને શરીરમાં જેની બુદ્ધિ છે તેને બીજા શરીરરૂપ કેદખાનામાં જરૂર જવું પડશે અને જેને સદ્ગુરુના બોધે દેહાદિથી ભિન્ન, ઉપયોગસ્વરૂપ, અવિનાશી, પરમ પવિત્ર એવા આત્માની શ્રદ્ધા, સમજ થઈ છે; તેણે તે આત્માની ભાવના કરવાથી આત્મશુદ્ધિ કરી, કેવળજ્ઞાન અને મોક્ષની કમાણી કરી લેવાની છે.જી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે.' (બી-૩, પૃ.૫૧૯, આંક ૫૪૩) 0 દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? એમ પૂછયું, તેનું કારણ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમે થાય છે. જેમ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમે ઈન્દ્રિયપ્રાપ્તિ થાય છે, તેથી દેખવા વગેરેનું કામ થાય છે; પણ જે ક્ષયોપશમ થયો છે, તે એવા પ્રકારનો હોય છે કે તેને પ્રકાશ આદિ સાધનો પ્રાપ્ત થયે આંખ જોઈ શકે. પ્રકાશ કે આંખની રચનામાં કોઈ ફેરફાર થાય તો તેજ કમી પણ થાય છે, દેખાવું બંધ પણ થાય છે, તેમ પક્ષાઘાતમાં પણ સ્પર્શ-ઈન્દ્રિયનો ક્ષયોપશમ હોવા છતાં જે જ્ઞાનતંતુ દ્વારા સ્પર્શ કે હલન-ચલનની ક્રિયા થતી હતી, તે સાધનમાં ખામી આવતા તે ક્રિયાદિ બનતું નથી. ચશ્માં કે દવાથી જેમ કંઈ ફેર જણાય છે તેમ તેવાં કારણ દૂર થયે પક્ષાઘાત મટી પણ જાય છે. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૫) સ્વરૂપ D દ્રવ્ય એ વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે. પર્યાય એ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે. બે પ્રકારની શુદ્ધતા છે એક દ્રવ્યશુદ્ધતા અને બીજી પર્યાયશુદ્ધતા. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય, તે દ્રવ્યશુદ્ધતા છે. કર્મની ઉપાધિથી જે ભાવ થાય છે તે ઔપાધિક, વૈભાવિક ભાવ છે; તેથી છૂટવું તે પર્યાયશુદ્ધતા છે. આત્માની શુદ્ધભાવના ભાવવી. હું જડ નથી, ચેતન છું, શુદ્ધ છું એમ દ્રવ્યથી ભાવના કરવાની છે.દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, પરદ્રવ્યોથી ભિન્ન છે. પરદ્રવ્યોથી ભિન્ન રહેવું, પોતાના ભાવથી અભિન્ન રહેવું, તે દ્રવ્યશુદ્ધતા છે. (બો-૧, પૃ.૧૫૪)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy