SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૫) પત્રાંક ૧૭૨ ૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરનો છે, તે સ્પષ્ટપણે, આપણે કરવા યોગ્ય છે તે ક્રમ બતાવે છે. તેનું પણ આરાધન ક્રમે-ક્રમે કરતા રહેવા વિનંતી છેજી. આજીવિકા અર્થે કંઈ કરવું પડે તે ન-છૂટકે કરી છૂટવું, પણ આખો આત્મા તેમાં જોડવા યોગ્ય નથી. પૈસો કમાવા દેહ ધર્યો નથી. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.''(૧૫) તો શા અર્થે દેહ ધર્યો છે તે વારંવાર વિચારી, તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) T જેના હાથમાં હજી મનુષ્યભવનો દુર્લભ યોગ છે તેણે તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે. ‘હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત યાદ રાખી, સદ્ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની યોગ્યતા પ્રમાણે સદ્ગુરુકૃપા થાય છે માટે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એમ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છે. આજીવિકા પૂરતું ખોટી થવું પડે તે બાદ કરતાં, બાકીનો વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે, એવો મુમુક્ષજીવને નિશ્ચય કર્તવ્ય છે. (બી-૩, પૃ.૩૦, આંક ૭૩૯) D સમાધિસોપાનમાં બાર ભાવના, સમાધિમરણ વગેરે અધિકારો વારંવાર વિચારી, તે વચનો જે અર્થે લખાયાં છે, તેનો વારંવાર વિચાર થાય તો લાગે કે કરવા યોગ્ય કાર્ય આ ભવમાં હજી કાંઈ થયું નથી અને મરણ આવે તો આપણી શી ગતિ થાય? માટે “સ્વધર્મ સંચય નાહીં” એમ વીસ દોહરામાં બોલીએ છીએ તે વચનો દ્ધયમાં કોતરાઈ જાય અને હવેથી કંઈને કંઈ એવું કરવું કે જેથી ધનસંચય કરવા કરતાં સ્વધર્મસંચય થયા કરે. (બો-૩, ૫.૩૩૧, આંક ૩૨૮) || ભક્તિભાવમાં વૃદ્ધિ કર્યા કરો, એ જ ભલામણ છેજી. ભવિષ્યની ચિંતા અટકાવી, આજનો દિવસ જીવવા મળ્યો છે તે ઉત્તમ રીતે ગાળીશું તો આવતો દિવસ જીવવા મળશે તો સારી રીતે ગાળવાની શક્તિ વધતી જશે એમ વૃઢતા રાખી, પ્રાપ્ત સંજોગોનો ઉત્તમ લાભ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૩૫, આંક ૫૮૩). | આપનો પત્ર મળ્યો. તે વાંચતા વિચાર આવ્યો કે આમ ને આમ જીવે અનંતકાળ કર્યું છે, ઉતાવળે કામ કરી લેવાની દોડ કરી છે. જે કામ કરવાનું હોય, તેની પૂરી માહિતી કે તૈયારીઓ વિચારપૂર્વક જીવે કરી નથી. જ્યારે જીવને મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે તેના ઉપાય શોધે છે અને તે વખતે મળી આવે કે ન પણ મળી આવે, પછી પસ્તાય; પણ પહેલેથી શી શી જરૂર પડશે તેનો બનતો વિચાર કરી લેવાનો કે તૈયારી કરી લેવાનો જીવ વિચાર, પુરુષાર્થ ધારે તો કંઈ-કંઈ કરી શકે તેમ છે. આ પ્રસંગ તો નજીવો છે, પણ પરભવ જરૂર જવાનું છે તેને માટે પણ જીવ ચેતતો રહે; નવાં કર્મ બાંધે છે તે વખતે જો સવિચાર કે જ્ઞાનીની આજ્ઞાનો લક્ષ રહે તો ઘણો ફેર પડવા સંભવ છેજી. એવી અગમચેતી કોઈ વિરલા પુરુષો રાખે છે; તેમાંના આપણે એક ગણાઇએ, થઇએ તેમ વર્તવાની જરૂર છે). (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૮) | ગમે તેવો આહાર ખાનાર સાથે વિશેષ સંબંધ નહીં રાખવામાં લાભ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy