SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮) 3 આ મનુષ્યભવ ધન કમાવા કે સંસાર ચલાવવા માટે મળ્યો નથી. દેવો પણ ઇચ્છે છે કે અમને મનુષ્યભવ મળે તો ધર્મનું આરાધન કરી મોક્ષ મેળવી લઈએ; તેમને તો તે ભવ મળવાની વાર છે, પણ આપણને તો હાથમાં, તે લાગ આવ્યો છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.' માટે ધન, પુત્ર કે વિઘ્નો દૂર કરવાની માન્યતા માટે પૈસા મૂકતા હોય તેમને સમજાવશો કે મનુષ્યભવ સાર્થક કરી લેવા જોગ છે, તે ભૂલશો નહીં. કોઈ પુરુષના અચિંત્ય માહાત્યમાં વિશ્વાસ રાખી, તેના આધારે આ ભવસમુદ્ર ઓળંગી મોક્ષે જવું છે, તે સિવાય બીજી સંસાર વધારવાની અભિલાષા સેવવા યોગ્ય નથી. બીજા દેવદેવીની માન્યતામાં પ્રવર્યા હોત તો ખારી જમીનમાં બીજ વાવવા જેવું નિષ્ફળ થાત; પણ સાંસારિક કામનાથી પણ સન્દુરુષ પ્રત્યે, તેના સત્સંગીઓ પ્રત્યે જે સદ્ભાવ થયો છે તો તેનું ફળ, બીજું આવવા સંભવ છે. દેવ પ્રસન્ન થાય તો પણ શું માગવું તેનું જીવને ભાન નથી, તેથી સત્સંગ કરવા પૂ. ...ને બે શબ્દ કહેશો અને મોક્ષમાળામાંથી પાઠ ૬૧થી તેમની ધીરજ પ્રમાણે, તે બ્રાહ્મણની કથા (સુખ વિષે વિચાર) વાંચી સંભળાવશો કે મોઢે કહેશોજી. (બી-૩, પૃ.૧૩૫, આંક ૧૩૬) અહીં અવાય, ન અવાય તે પ્રારબ્બાધીન છે, પરંતુ દરરોજ નિત્યનિયમ ચૂકવા યોગ્ય નથી. વસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર, સ્મરણમંત્રની માળાઓ એમાંથી જેટલું બને તેટલું કરી લઈ, જતો દિવસ સફળ બનાવવો, એ આપણી ભક્તજનોની ફરજ છે. જેમ ટીપે-ટીપે વરસાદ વરસે છે, તેનું પાણી એકઠું થઇ નદીમાં જાય છે, તેમાંથી નહેરો કાઢીને ખેતરોમાં પણ પાણી પાવાની ગોઠવણ કોઈ જગાએ હોય છે; ત્યાં તે પાણીથી, વરસાદ ન આવતો હોય તેવી ઋતુમાં ખેતી થાય છે અને તેટલું પાણી કામમાં આવે છે. બાકી કાંઠા ઉપરનાં ગામોને નાહવા, ધોવા કે પીવાના કામમાં આવે છે. બાકીનું પાણી દરિયામાં જઈને ખારું થઈ જાય છે, તેમ ક્ષણે-ક્ષણે આયુષ્યની પળો, પાણીનાં ટીપાંની પેઠે વરસ્યા કરે છે અને વરસોનાં વરસો વહ્યાં જાય છે, પણ જેટલો, કાળ ધર્મને માટે ગાળ્યો તેટલો કામનો છે. બાકીનો કાળ સંસારના કામમાં કે ઊંઘમાં જાય છે; તે બધો કાળ, દરિયામાં નદી ભળી ખારી થઈ જાય તેવો નકામો છે. થોથાં ખાંડવાથી દાણા ન મળે તેમ આયુષ્ય નકામા કામમાં ગાળવા યોગ્ય નથી. બને તેટલો કાળ ભક્તિ-ભજનમાં ગાળીશું, સપુરુષને સંભારીશું, તેટલો કાળ લેખાનો છે. (બો-૩, પૃ.૧૧૫, આંક ૧૦૯) T મનુષ્યભવ ચારે ગતિમાં ઉત્તમ ભાવ છે; તેના ઘણાં વર્ષો દેહને માટે, દેહનાં સંબંધીઓને અર્થે ગાળ્યાં; પણ આત્માનું હિત થાય તેમ હવે જેટલાં વર્ષ જીવવાનું હોય તેટલાં વર્ષ ગળાય તો આ ભવ અમૂલ્ય ગણાય છે, તે લેખે આણ્યો ગણાયજી. પાણી વલોવવાથી જેમ ઘી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે; તેમ આ દેહ કે દેહનાં સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથીજી, એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉઠાવી લઈ, આત્મકલ્યાણને અર્થે પુરુષનો સમાગમ, તેનો બોધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રતનિયમ આદિ પ્રાપ્ત થાય, તેવી ભાવના વિશેષ કર્તવ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy