SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૨ થયું, ત્યાં તો શુકદેવજી ફરતા-ફરતા ત્યાં આવી ચઢયા. તેમની પૂજા, વિનયભક્તિ કરી પરીક્ષિતે માગણી કરી કે આ અલ્પ આયુષ્ય આપના બધશ્રવણમાં જાય અને સમાધિમરણ થાય તેવી કૃપા કરો. શુકદેવજીને તો તે જ પ્રિય હતું. પિતા વ્યાસજી પાસે શીખેલું શ્રીમદ્ ભાગવત, તેમણે કથારૂપે શ્રવણ કરાવવું શરૂ કર્યું. સાત દિવસમાં એકલક્ષ્ય ભગવંત પરમાત્માની અલભ્ય કથાનો લાભ પામી, પરીક્ષિત શ્રેય સાધી લીધું. આ આપણને શું સૂચવે છે? પરમ કૃપાળુનું રક્ષણ, તરણતારણ જાણ; અંત સમય સુધી રહો, નિરંતર સુખખાણ. (બી-૩, પૃ.પર૭, આંક ૫૭૫) કમાણી કરતાં કષ્ટ ને, સાચવતાં સુખનાશ; વધતાં ઘટતાં દુઃખ દે, ધિક ધન કેરી આશ. આ ભવમાં જે દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે અને મનુષ્યભવનું સફળપણું કરવું છે, તે લક્ષ આ અસાર સંસારની મોહિનીથી ભૂલી ન જવાય, તે માટે ઘણી કાળજી રાખવાની જરૂર છે. આ ભવમાં જ ઉપયોગી ગણાતી અને ખરી રીતે સર્વથા ત્યાગવા યોગ્ય, એવી લક્ષ્મી પ્રાપ્ત કરવામાં કેટલાં બધાં વિઘ્નો અને ક્લેશ સહન કરવો પડે છે? તો અમૂલ્ય અને કોઈ કાળે આ જીવ પામ્યો નથી, એવી આત્માની ઓળખાણ કરવામાં અનેક પ્રકારે વિક્નોનો સંભવ ઘટે છે; તોપણ ધનપ્રાપ્તિનાં કષ્ટ કરતાં અનેકગણાં કષ્ટ વેઠીને પણ, તે પ્રાપ્ત કરવા યોગ્ય છે; કારણ કે આખરે તો સાચી સમજણ જ કામની છે. સત્પરુષને શોધીને, તેને પગલે-પગલે ચાલવાથી જ, તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમ છતાં જીવ અનાદિકાળથી લોકોની માન્યતા ઉપર આધાર રાખતો આવ્યો છે. લોકોએ માન્યું તે સુખ, લોકો જેને ઇચ્છે તેને પોતે ઈચ્છે, લોકો જેથી રાજી થાય તેમાં જીવનકાળ ગુમાવતો આ જીવા આવ્યો છે, પણ તેથી આત્માનું રૂડું થયું નથી. આત્માનું કલ્યાણ જેણે સાધ્યું છે તેવા પુરુષ ઉપર દ્રઢ શ્રદ્ધા, લક્ષ, પ્રતીતિ આવ્યા વિના, આત્મહિતનો માર્ગ કોઈ કાળે પ્રાપ્ત થવા યોગ્ય નથી, માટે આ ભવમાં મોક્ષાર્થે વિશ્વાસ રાખવા લાયક, કોઇ સગુરુ ઉપર દૃષ્ટિ થાય, તેવો સમાગમ, તેવો બોધ, તેવાં શાસ્ત્રોનો પરિચય કરવા યોગ્ય છે; અને તે દ્વારા યોગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુની શ્રદ્ધા થયે, સન્માર્ગ હાથ આવવા યોગ્ય છે. આ પ્રથમ પગથિયું પ્રાપ્ત થવામાં, મુખ્ય વિદ્ધ કરનાર પાંચ ઇન્દ્રિયના વિષયો - ખાવું-પીવું, મોજશોખ, વ્યસનો, મિત્રો, સગાં, કુટુંબી આદિ પ્રતિબંધ તથા ક્રોધ, માન, માયા, લોભ, અહંભાવ, મમત્વભાવ, અજ્ઞાન આદિ અંતરશત્રુઓ છે; તે બધાં ઉપરથી ભાવ ઉઠાડી, આ આત્માની શી ગતિ થશે ? આ ભવનાં કાર્યોના પ્રમાણમાં આત્મહિતનાં, પ્રથમ કરવા યોગ્ય, કાર્યો કેટલાં થાય છે? અને આળસ, પ્રમાદ, વાતચીત, ગપ્પાં, નિંદા, હાંસી, ઠઠ્ઠા વગેરેમાં નકામો કાળ કેટલો જાય છે ? વગેરે વિચારો વિચારવાન જીવે ભૂલવા યોગ્ય નથી. ““કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.' (૨૫૪) “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.” (બી-૩, પૃ.૩૯, આંક ૨૬) D આપણે તો વૈરાગ્ય-ભક્તિમાં વિશેષ બળ મળે તેવી વિચારણા કરી, આ મનુષ્યભવ સફળ કરી લેવો છે એવો વૃઢ નિશ્ચય કરી, સદ્ગુરુની આજ્ઞામાં બને તેટલું પ્રવર્તન કરવા ચૂકવું નહીં.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy