SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૮) મનુષ્યભવ જ છે. બીજા કોઈ ભવમાં થઈ શકે તેમ નથી. સમ્યકુદ્રષ્ટિ જીવો પણ બીજા ભવમાં (ગતિમાં) કંઈ વિશેષ ધર્મ-આરાધના કરી શકતા નથી. તેથી જ મનુષ્યભવ ઉત્તમ કહેલો છે. જેનું પૂર્ણ ભાગ્ય હશે, તે ચેતી જશે. (બો-૧, પૃ.૨૦) [ આ જીવે મનુષ્યભવનું જીવન શા અર્થે છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષોએ ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્મા જીવોને ચાર પ્રકારે પુરુષાર્થ કરવા જણાવ્યું છે. તે પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલો મૂક્યો છે; તેનું કારણ એ છે કે અર્થ અને કામ એવા હોવા જોઇએ કે જેનું પરિણામ ધર્મ થઈને ઊભું રહે. આ સંબંધી વિશેષ વિચાર અને તેનું સ્વરૂપ સત્સમાગમથી સમજવા યોગ્ય છે. ટૂંકમાં, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી ધનની પ્રાપ્તિ કરવી, તે પણ ધર્મને અર્થે. આજીવિકા અર્થે ધનનું ઉપાર્જન કરવું થતું હોય, તે પણ દેહ જેનો ધર્મને અર્થે છે, તેને તે દેહનો નિર્વાહ થવાને અર્થે ધનનું ઉપાર્જન કરવું, તે પણ ધર્મને અર્થે થયું. આત્માની અંતર્ વિકળવૃત્તિ દૂર કરી, શાંતભાવમાં પરિણામ પામવાને અર્થે કામાદિ પરિણામ થતાં હોય તે દૂર કરી, શાંતિપરિણામ એટલે સર્વ વિભાવથી રહિત થવાને અર્થે અને ગુરુની આજ્ઞાએ પ્રવર્તવાને અર્થે, દુરાચાર એટલે સાત વ્યસન અને અભક્ષ્યાદિનો ત્યાગ કરી, જે આત્માર્થી જીવોની કામાદિકમાં પ્રવૃત્તિ રહે છે, તે ખેદ સહિત રહે છે. ખેદ સહિત વૃત્તિની વિકળતા દૂર કરવી, તે પણ પરિણામે ધર્મ જ નીપજ્યો; એટલે ધર્મ જેનું મૂળ છે, તેવા અર્થ અને કામ અમુક ભૂમિકા સુધી આત્માર્થી જીવને પણ રહે છે. તે સર્વનું પરિણામ ધર્મ હોય તો મનુષ્યભવનું સાર્થક થયું ગણાય. તે ધર્મની પ્રાપ્તિ મહાત્મા પાસેથી થાય છે, આટલું નિઃશંક માનવું. આત્માનુભવી, પ્રગટ આત્મઅનુભવમાં, શુદ્ધ ઉપયોગમાં જે નિરંતર રહે છે, એવા પુરુષની આજ્ઞાએ જીવન પૂર્ણ કરવું, તે સાર્થક છે. આ દેહ વડે કરવા યોગ્ય એક જ કાર્ય છે કે પ્રગટ બોધમૂર્તિ, જ્ઞાનાવતાર સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું અને તેના ચરણકમળમાં સર્વભાવની અર્પણતા કરી, નિઃશંકતા ધારણ કરવી. સગુરુને વિષે અને તેના બોધને વિષે અપૂર્વભાવ અને ત્યાં જ પરમ ઉલ્લાસ રહે અને તેમાં નિરંતર આત્માની વૃત્તિ જોડવી, તેને જ્ઞાની પુરુષોએ પરમ ધર્મ કહ્યો છે. (બો-૩, પૃ.૫૦, આંક ૩૪) 1 જે જે વસ્તુઓ અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર પ્રાપ્ત થઇ, તે તે સર્વનો વિયોગ પણ થયો; પણ જે અનંતવાર ચાખી, સ્પર્શી, સૂંઘી, સાંભળી, જોઈ, વિચારી તે તે વસ્તુઓ પ્રત્યેની વાસના-પ્રીતિ હજી એમની એમ ચિત્તમાં ચાલી આવી છે, તે સર્વ પ્રત્યેથી ઉદાસ થઈ, કંટાળો લાવી, અત્યંત અપ્રીતિકર અને અહિત હેતુ જાણી, કદી સ્વપ્નમાં પણ તે તે વસ્તુઓ પ્રીતિકર ન લાગે, તેવી તે તે વસ્તુઓ પ્રત્યેની તુચ્છતા વિચારી, તે તે વાસનાઓ ઓકી કાઢવા જેવી છે, વિસ્મરણ કરવા જેવી છે; એ દ્રઢતા Æયમાં ધારી, જે અપૂર્વ પદાર્થ કદી જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, જેનું કંઈ પણ યથાર્થ ભાન - સમાધિસુખની પ્રાપ્તિ એક ક્ષણ પણ થઈ નથી; છતાં તે પદાર્થ છે, એવું સદ્ગુરુનાં વચનો દ્વારા સ્ટય કબૂલ કરે છે, તે જ નિત્ય છે, આ નજરે દેખાય છે તે બધું તો નાશવંત છે. તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy