SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨) ધનની કાળજી હોય તો તેને માટે નામું લખવા જીવ ચૂકતો નથી; પણ મનુષ્યભવની કિંમત સમજાઈ નથી, તેથી કાળ કેમ જાય છે અને બને તેટલો વખત બચાવી, શામાં ગાળવા લાયક છે, તેની જોઇએ તેવી દાઝ જીવને જાગી નથી. ફરી-ફરી આવો અવસર મળવો દુર્લભ છે; તો આર્તધ્યાન કે ક્રોધાદિમાં રૌદ્રધ્યાન ન થાય, તેની પણ બહુ સંભાળ રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૪૭૫, આંક ૫૦૩) આવ્યો યોગ અપૂર્વ આ, કરવા સફળ વિચાર. ભાગ્યશાળી જન જાગશે, મોહનીંદ કરી દૂર; વીર હાક સંગ્રામની, સુણતાં ઊઠે શૂર. બાળપણે મળમૂત્રમાં, રમે બાળ બહુ વાર; પણ સમજણ આવ્યા પછી, ભૂલતા સર્વ વિકાર. તેમ તજો લૌકિક રીતિ, ગ્રહી અલૌકિક ભાવ; માનવભવની સફળતા, કરવાનો આ દાવ. મનુષ્યભવ દુર્લભ છે; તેમાં પુરુષનો યોગ થવો એ અત્યંત દુર્લભ છે; તેમનો બોધ પ્રાપ્ત થવો અને તે રુચવો અથવા તે પ્રમાણે વર્તવા ભાવ થવા, તે માન્ય થવો, શ્રદ્ધવો એ વળી એથી અત્યંત દુર્લભ છે અને જો તે શ્રદ્ધાપણે વર્તાય તો પછી મોક્ષ દૂર નથી. આ ભવમાં જીવ જે સામગ્રી પામ્યો છે, તેવી સામગ્રી ફરી-ફરી મળવી બહુ કઠણ છે; તો હવે આપણું કામ એટલું જ કે જેટલો કાળ આપણા હાથમાં છે, ત્યાં સુધી સંતની કૃપાથી જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે, તે પુરુષનું શરણું આપણને બતાવ્યું છે તે જ ગ્રહણ કરી તેમાં દ્રઢ રહેવું; તે જ આપણો નાથ છે, તે જ તરણતારણ છે. તેણે આત્મા જામ્યો છે, તેવો જ મારો આત્મા છે. તેના એક વચનનું પણ યથાર્થ ગ્રહણ થશે તો મારું કલ્યાણ થશે. તેનો જણાવેલો સ્મરણમંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ'' એ મારા ધ્ધયમાં નિરંતર રમણ કરો. (બો-૩, પૃ.૧૪, આંક ૭૧૨) D પરમકૃપાળુદેવ જેવો ઘણી, માથે જેને હોય, તેને કંઈ મૂંઝાવા જેવું નથી, છતાં મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ધન જેની પાસે હોય, તેણે તે લૂંટાઈ જતાં પહેલાં, તેનો બહુ કાળજીથી સદુપયોગ કરતા રહેવા યોગ્ય છે. આપ તો સમજુ છો. આપના કુટુંબના સર્વ ભાવિક જીવાત્માને ચેતવા માટે જણાવતા રહેશો કે ફરીથી આવી સામગ્રી બીજા ભવમાં મળવી મુશ્કેલ છે. માટે શ્રદ્ધા પરમ દુર્લભ છે, એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા; તે યાદ રાખી, જે જે પ્રકારે પરમકૃપાળુદેવની શ્રદ્ધા કૃઢ થાય, તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. શ્રદ્ધાની ખામીને લઈને જીવ દુઃખ વેદે છે. (બી-૩, પૃ.૯૦, આંક ૮૧) પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી, માટે રાતદિવસના ચોવીસ કલાકમાંથી ધર્મકાર્ય માટે અમુક કાળ અવશ્ય કાઢવો અને આપણી સાથે હોય તેમને પણ ધર્મકાર્યમાં જોડવા, એ સ્વપરહિતનું કારણ છે. કામધંધામાંથી જે વખત બચે તે નાટક, સિનેમા કે પત્તા-ચોપટ વગેરે રમતોમાં તથા નકામી વાતોમાં વહી જવા દેવો યોગ્ય નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy