SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) D હે પ્રભુ! આપનાથી કંઇ અજાણ્યું નથી. જીવની અવિચાર મૂઢ દશાનો પાર નથી, તેમ છતાં તે દશાનો તેને કંટાળો આવતો નથી. તે કીચડમાંથી ઊઠી પરમ પવિત્ર, અનંત સુખરૂપ, પરમ પ્રેમપૂર્ણ આપની ગોદમાં સ્થાન લેવાને આ જીવને ઉમળકો કેમ નહીં આવતો હોય? કેમ તેવા ભાવ ટકતાં નહીં હોય? બીજા આગળ ડાહ્યો થવામાં પહેલો, મનમાં પણ માની લે કે મારે પરમપુરુષ સિવાય કોઇનો આધાર નથી. છતાં તે ને તે જ ગંદા વિષયોમાં મન કેમ ગૂંચાઇ રહેતું હશે? બાળકને ભય લાગે, ભૂખ લાગે, કોઇ કૂતરાં વગેરે પજવે ત્યારે તે તેની મા પાસે દોડી જાય છે, કારણ કે તેને વિશ્વાસ છે કે અવશ્ય એ મારું રક્ષણ કરનાર છે. એટલી શ્રદ્ધા આપણને જરૂર જોઇએ. પરમકૃપાળુદેવે શ્રી જૂઠાભાઇના પત્રમાં લખ્યું છે, “તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપે જ છે.'' (૧૯) આપણે અજ્ઞાનને લઇને વર્તનમાં ભેદ પાડીએ છીએ. પુરુષની સમીપમાં જુદું વર્તન અને તેના વિયોગમાં જુદું વર્તન; નહીં તો તેની જ્ઞાનશક્તિથી બહાર આપણું વર્તન નથી. માત્ર તેની દ્રષ્ટિ આપણી ઉપર છે એમ આપણે માનતા નથી. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં તે આપણી સમીપ જ છે એમ ધારીને વર્તાય તો દોષો આપણી સામું પણ જોઇ ન શકે, અને પુરુષોએ તો તે જ નિશ્રયને પરમ કલ્યાણકારી કહ્યો છે તથા તેને અભિન્નભાવ કહ્યો છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૪૭૦માં જણાવ્યું છે : “ “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદ જેનો દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો, તે યોગ્ય છે. .... જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે.' (બો-૩, પૃ.૧૩૦, આંક ૧૩) ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છેદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી, આજ્ઞા માગો છો, તે આગમ વિરુદ્ધ છેજી. ભલે તમે દેવ-ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમકૃપાળુદેવમાં પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઇ જણાતી નથી; તેથી જ્યાં-ત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે એમ જાણી, આત્મપરીક્ષા કરી, પરમકૃપાળુદેવ સિવાય કોઇ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી, તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં; મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી, દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી, નમ્રતા ધારણ કરી, વીસ દોહરાનો વારંવાર વિચાર, અનુપ્રેક્ષા કરી, એક “સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ.' એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય જનોનાં વ્રતો અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતોમાં આભ-જમીનનો ભેદ છે તે વિચારી, બાહ્ય આશ્રર્ય ભૂલી, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી, ઘેર બેઠા-બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશેજી. (બી-૩, પૃ.૭૮૩, આંક ૧OOO)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy