SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩) જ્યારે આશ્રમમાં ગોમ્મસાર નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં “વીતરાગનો કહેલો ....'' (૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે, તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી આવતું પણ એમ જ છે; એવી જો શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તો આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણાને લીધે ધ્યાનમાં આવતું નથી. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩). T મોક્ષમાળા આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ-સાત વખત વાંચી, એમાં શું કહ્યું, તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું? એમાં હેય શું છે? જોય શું છે ? ઉપાદેય શું છે? એમ આખી મોક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે, એવી ઇચ્છા રહે છેને ? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનવો. કંઈક વાંચવાની, ગોખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ, પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખવો. કંઈક-કંઇક નવું શીખવું. ફરતું-ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જો એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય; પણ જીવને ધીરજ રહેતી નથી; નહીં તો ઘણો લાભ છે. (બો-૧, પૃ.૨૨૩, આંક ૧૧૧) એ હાલ પૂ. ... પરમકૃપાળુદેવનાં વચનો વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય, તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. જે પોતે પોતાને માટે વિચાર્યું હોય, તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર, બંનેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તો હાલ ચાલે છે, તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું, યોગ્ય નથી. પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગ્ય છે, તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે – એ લક્ષ રાખી, સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજી. બીજાને કંઈ-કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી, વિશેષ મનમેળો થશે, એકદિલી થશે. પરમકૃપાળુદેવ આપણા સર્વના પિતા છે; આપણે તેમનાં ઘેલાં બાળક છીએ – એ લક્ષ રાખશોજી. (બો-૩, પૃ.૬૯૦, આંક ૮૨૮) D પ્રશ્ન : મારે શું વાંચવું? પૂજ્યશ્રી : તમારે સારા થવું. આટલા મોટા થયા, બહુ વાંચ્યું. હવે સારા થવું. જેમાં ભાવ વધે, તેમ કરવું. સત્સંગ વધારે સેવવો, તેથી લાભ છે. ભક્તિ કરવી. સંસારથી પાછું વળવું છે, છૂટવું છે. એક જ વાર વાંચ્યાથી સંતોષ ન માનવો. (બો-૧, પૃ. ૨૬૪, આંક ૧૭૩). મુખપાઠ કરવા વિષે T વિકથામાં જતો વખત બચાવી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બી-૩, પૃ.૬૩૪, આંક ૭૪૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy