SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન બહુ ઉપયોગી છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૭) 7 તમે પુછાવો છો કે ઇંટર આર્ટ્સમાં શું option હિતકારી છે ? હવે તમે તમારો અભ્યાસ વિચારીને, જેમાં ચિત્તમાં રસ પડતો હોય, તે વિષય પસંદ કરવા યોગ્ય છે. તમને જે ઠીક પડે અને ચિંતાનું કારણ ન થઇ પડે, તે માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે. બહુ મહેનત કરી distinction માટે મથવા કરતાં, સહજ પ્રયત્નથી થાય અને પરીક્ષાનો બોજો ન લાગતાં ચિત્તને અન્ય ઉચ્ચ આદર્શો ભણી પણ જતું ન રોકવું પડે, તેનો ક્રમ સ્વીકારવા ભલામણ છેજી. ઘણા, યુનિવર્સિટીમાં ઊંચા નંબર મેળવેલા, પછીના જીવનમાં ક્યાંય સંતાઇ જાય છે, દટાઇ જાય છે; માટે વિદ્યારસિક વૃત્તિ થાય અને તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા પોષાતી રહે, તેની હાલ જરૂર છેજી. વખત મળ્યે, જેમાં પ્રીતિ છે એવી સદ્ગુરુની આજ્ઞામાં વૃત્તિ વાળતા રહેવું, નહીં તો વેકેશન જેવા વખતમાં ધાર્મિક વાંચનનો બને તો પ્રયત્ન કરવો અને તેવા પ્રસંગ પણ પ્રાપ્ત ન થાય તોપણ નિરાશા ભજવા યોગ્ય નથીજી. પરમકૃપાળુદેવ લખે છે : ‘‘કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઇ જાય છે. સત્તમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઇ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસતાં રહેવું એ જ કર્તવ્ય છે.’’ (૭૭૮) ‘‘ર્મયૈવાધિારતું મા રેવુ વાવન ।'' (બો-૩, પૃ.૪૫૪, આંક ૪૭૪) આપે અર્ધમાગધી ભાષા શીખવાનો વિચાર રાખ્યો છે, તે સારું છેજી. એકાદ વર્ષ તેનો અભ્યાસ કરી, સામાન્ય કાવ્યો કે ગદ્ય સમજી શકાય તેવું થાય તેટલું, વ્યાકરણ સહિત શીખવાની જરૂર છે. પછી સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા યોગ્ય છે, કારણ કે તેથી માગધી અને ગુજરાતી, બંનેમાં મદદ મળે છે. (બો-૩, પૃ.૬૪૪, આંક ૭૬૩) Q ભાષાનો અભ્યાસ કરવા વિચાર થતો હોય તો હરકત નથી. સંસ્કૃતનો થોડો અભ્યાસ થશે તો પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય, તેવો સંભવ છેજી. (બો-૩, પૃ.૬૪૩, આંક ૭૬૨) D સંસ્કૃતનો અભ્યાસ કરવો. ઘણાંખરાં શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં છે, તે સમજવામાં ઠીક પડે. પરમકૃપાળુદેવનાં વચનો પણ વિશેષ સમજાય. એક વચનમાં અનંત આગમ રહ્યાં છે, તે સમજવા માટે અભ્યાસ કરવાનો છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને વૃદ્ધાવસ્થામાં પણ સંસ્કૃતનો અભ્યાસ કરવા જણાવેલું. (બો-૧, પૃ.૧૩૫, આંક ૯) I સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો છે, તે વિશેષ સમજણ થવાનું કારણ જાણી, પ્રમોદ થયો છેજી. તે જાતે જ શીખવાનું શરૂ કર્યું હોય, એમ પત્ર ઉપરથી લાગે છે; પણ એકલા જ શીખવાનું હશે તો થોડા દિવસમાં કંટાળી જવાય, તેવો તે લાંબો અને કઠણ વિષય છે, એટલે કોઇ સાથે શીખનાર અને સત્ ચારિત્રવાન શીખવનાર હોય તો સારું; પણ તેવી જોગવાઇ ત્યાં બનવી મુશ્કેલ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy