SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૬ આશાતના 0 મૂળ આગમના પાઠોનો સ્વાધ્યાય, અમુક કાળે અને અમુક પ્રકારની શુદ્ધિથી કરવાનું વિધાન છે. ‘‘શ્રી જિને જે સ્વાધ્યાયકાળ કહ્યા છે તે યથાર્થ છે.'' (૬૦૨) તેનો ભંગ થાય કે તે કાળ ન હોય તે પ્રમાણે વાંચન-પઠન કરનારને શ્રુત-આશાતનારૂપ દોષ કહ્યો છે, પણ આચાર્યોમૃત ટીકા કે અન્ય ગ્રંથો માટે અસ્વાધ્યાય-દોષ ઘણું કરી નથી. આ બાહ્ય આચાર સંબંધી જણાવ્યું, પરંતુ ગુણદોષનો આધાર મન છે. માટે ભાવની વૃદ્ધિ થાય, તે તરફ લક્ષ રાખવા વિનંતી છે. પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂંચીઓ હોય તો તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે, તેની આશાતના ન થાય તે સાચવતા. જ્ઞાનનું બહુમાનપણું સાચવવું, એ હિતકારી છે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૬) આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક-અમુક વખતે અને અમુક લોહી, પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા, પણ આચાર્યરચિત ગ્રંથો કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ ક૨વામાં પણ કંઇ અશુચિ જોવા યોગ્ય નથી. ભાવ વર્ધમાન થાય, તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે, તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે. બાઇ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઇને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે. (બો-૩, પૃ.૩૩૬, આંક ૩૩૭) આશાતના સદ્ગુરુની, શિરથી પર્વત ભંગ; સૂતો સિંહ જગાડવો, વજે છેદે અંગ. કદાચ શિરે તોડે ગિરિ, કુપિત સિંહ ના ખાય; વજ્ર ન છેદે અંગ, પણ - ગુરુ હીલી મોક્ષ ન જાય. ધ્યાનહેતુ ગુરુમૂર્તિ છે, ગુરુ-પદ પૂજા-બીજ; મંત્રબીજ ગુરુ વાક્ય છે, ગુરુ-કૃપા મોક્ષ-બીજ. જીવ અનંતકાળથી રખડયો છે, તેનું કારણ મુખ્ય આશાતના છે, એમ પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે; પણ તેથી ચેતી, તે પરમ સત્સંગનો લાભ લેવો જોઇએ તેવો લીધો નહીં, તેનો અત્યારે પશ્ચાત્તાપ થયા કરે છેજી. એવો યોગ ભવ ભમતાં કોઇક જ વાર પ્રાપ્ત થાય છે. મરુદેવીમાતાનો જીવ નિગોદમાંથી નીકળી કેળ થઇ, મનુષ્યભવ પામી, તીર્થંકરની માતા બની મોક્ષે ગયો છે એવી કથા છે, તે વિષે શાસ્ત્રો એવો ખુલાસો કરે છે કે તેમની આશાતના અલ્પ હતી, તે ટળતાં વાર ન લાગી. આ જીવ ઘણા ભવથી આશાતના કરતો આવ્યો છે, તેથી મુક્ત થવા, જ્ઞાનીપુરુષની આજ્ઞા કેવળ અર્પણભાવે ઉઠાવવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૬, આંક ૮૫૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy