SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૯) આયંબિલ પચખાણ, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી, ભાવનાપૂર્વક લેવા યોગ્ય છે; ત્યાં બીજા કોઈ સાધુ પાસે પચખાણ લેવા જવાની જરૂર નથીજી. બીજું, આયંબિલ નર્યા ખોરાકના ફેરફાર કરવાથી સફળ નથી; પરંતુ તે વ્રતપૂર્વક પરમકૃપાળુદેવનાં વચનમાં, ભાવના-ભક્તિપૂર્વક સમય જ્ઞાનીપુરુષની આજ્ઞામાં નવે દિવસ ગળાય, તે લક્ષ રાખવા યોગ્ય છે. આયંબિલ કરવા બીજે જવું, તેના કરતાં ઘરનો આયંબિલનો આહાર શુદ્ધ અને ઓછા પાપવાળો ગણાય. વિષય-કષાય ઓછા કરવા વ્રતોનું નિરૂપણ કરેલું છે. માટે ઇચ્છાઓ ઓછી થશે તેટલું તપ ગણાશે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એ લક્ષ રાખી જીવની યોગ્યતા, આત્માર્થીપણું પ્રાપ્ત કરવા આ આયંબિલ કરું છું, એ લક્ષ ચૂકવો નહીં. બને તો છત્રીસ માળાનો ક્રમ, દિવાળી ઉપર ફેરવીએ છીએ તે, પણ આરાધવાથી આત્મહિત થવા સંભવ છેજી. ટૂંકામાં, પરમકૃપાળુદેવને શરણે, તેણે જામ્યો છે તે આત્મા પ્રગટ થવા, શ્રદ્ધવા અને રુચિ કરવા આ વ્રત કરવાનાં છેજી. (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૫) | આયંબિલના દિવસોમાં વાંચવા-વિચારવાનું, ભક્તિભાવ કે મુખપાઠ કરેલ પાઠો વિચારવા, ફેરવી જવાનું વિશેષ બને તેમ કર્તવ્ય છેજી. રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રતનિયમ પાળું છું અને સમ્યક્દર્શન અને પ્રગટે તેવી યોગ્યતા આવે, માટે આ બધું કરું છું, તે ભૂલશો નહીં. (બી-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫) 0 પ્રશ્ન : આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય? પૂજ્યશ્રી : ઘણું ખાધું છે. ખાધેલાનું શું થાય છે? વિષ્ટા. જગત એંઠવાડા જેવું છે. “સકળ જગત તે એંઠવતું.'' આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીનાં વચનોથી હિત છે, તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ તેનું ફળ શું આવશે, એની ખબર નથી. કલ્પનાએ કે લોકના કહેતા-કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીનાં વચનોમાં રસ આવે. અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડયું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાધું હોય તો પચાવવા મહેનત કરવી પડે. આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. (બો-૧, પૃ.૨૧૯, આંક ૧૦૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy