SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૭) રેશનિંગના કાયદાને અંગે ઘી જેવી વસ્તુ ઘટાડવી પડે; પણ પાપનું કારણ સમજાયું હોય, છતાં કંદમૂળ વાપરવાની વૃત્તિ રહે તે, પડતી મુશ્કેલીઓને લક્ષમાં લીધી છતાં મુમુક્ષુતાની – ધર્મભાવનાની ખામી, પરભવમાં શી વલે થશે એવા વિચારની ખામી - ટૂંકામાં અનાર્ય અસરની મૂછ સમજાય છે. પાપમાં પ્રવર્તવાના અનાર્ય વિચારને ઉત્તેજન કેમ અપાય ? આવી રીતે જ કંઈ પુરુષાર્થ કરી ઊંચે આવી, પર્વત પરથી પડતું મૂકે એમ કરી, જીવ અનંતકાળથી રઝળતો આવ્યો છે. તેમાં નવાઈ જેવું નથી. નવાઈ જેવું તો તેવા પ્રસંગોથી બચી જવાય તે છે. એક મોક્ષગામી પુરુષની, જ્ઞાની પુરુષે કહેલી કથા સાંભળી, લીધેલાં વ્રતથી પડી ગયા હો તો ઊભા થવાને બળ મેળવવા અર્થે, પ્રવેશિકામાંથી પાઠ ૪૪-૪૫-૪૬ (રાત્રિભોજનત્યાગ વિષે કથા) વાંચવા તથા તેને શ્રદ્ધાપૂર્વક વિચારી આત્મહિતમાં તત્પર થવા ભલામણ છે. આ ટૂંકી વાતમાં ઘણું રહસ્ય છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા, જો મરતાં સુધી ટેક રાખી પાળે તો તેના ભવચક્રના આંટા ટળી જાય છે. જાણે, આ પત્ર મળે ત્યારથી, ફરી આજ્ઞા મળી છે એમ માની, તૂટેલું વ્રત સાંધી લઇ, ટકાવી રાખવા ભલામણ છેજી. શાક વિના ખાવું પડે કે પોતાને હાથે રસોઈ કરવી પડે તો તેમાં હરકત નથી; પણ પાપનાં ફળ બૂરાં છે અને આજ્ઞાભંગ એ મોટું પાપ છે; માટે પાપથી ડરતા રહી, સદ્ગુરુની આજ્ઞા એ જ તરવાનો ઉપાય છે, માટે મારે હવે પ્રાણ જાય પણ તે તજવી નથી, એવી દૃઢતા મરણાંત સુધી ટકાવી, પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધતો જાય તેમ વર્તવા, વાંચવાનું વિચારવા, ભાવના કરવા વિનંતી છે. (બો-૩, પૃ.૪૨૮, આંક ૪૪૧) | જે નિયમો મંત્ર લેતી વખતે લીધા છે, તે કડકાઇથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશો. ઇન્દ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી, સત્તાસ્ત્ર હંમેશાં વિચારશો તો ઘણો લાભ થશેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯) લીધા પ્રમાણે ટેક રાખી પાળવા ખાસ ભલામણ છે. તેમાં ભૂલ ન થાય તેટલી કાળજી રાખતા રહેશો. વ્રત ન પાળે તો જે પાપની પ્રવૃત્તિ કરે તેનું ફળ ભોગવવું પડે; અને વ્રત લઇને તોડે તો પાપનું ફળ તથા વ્રત તોડયાનું ફળ એમ બેવડું પાપ ભોગવવું પડે. માટે વ્રત લેતાં બહુ વિચાર કરીને વ્રત લેવું અને લીધા પછી તેમાં દોષ આવવા ન દેવા કે બારીઓ ન ખોલવી; પણ પ્રાણ જાય તો જવા દેવા, પણ વ્રત તોડવું નહીં. આટલી શક્તિ જણાય તો જ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી વ્રત લેશો, તે ચેતાવવા માટે લખ્યું છે. ન લેશો એમ કહેવું નથી, પણ જે કરવું તે સારું કરવું. ઉલ્લાસ, વ્રતની મુદ્દત પૂરી થતાં સુધી ટકી રહે, તે અર્થે ભક્તિ, વાંચન, સ્મરણમંત્ર વગેરેમાં ભાવપૂર્વક ખાસ વર્તવા ભલામણ છેજી, (બો-૩, પૃ.૩૩૮, આંક ૩૪૧) |કોઈ વાતે મૂંઝાવા જેવું નથી. પોતાની શક્તિ હોય તે પ્રમાણે ધર્મક્રિયાનું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના રાખવી, પણ નિયમ લીધા હોય તેનું પાલન તો બહુ જ વૃઢતાથી કર્તવ્ય છેજી, થોડા નિયમ લેવાય તો થોડા લેવા, પણ પાળતી વખતે બારીઓ શોધવી નહીં. જગત તો સ્વપ્ન જેવું છે. જ્યાં સુધી ધર્મ આરાધવાની સામગ્રી મનુષ્યભવની પહોંચે છે, ત્યાં સુધી થાય તેટલું બળ કરી લેવું ઘટે છે. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy