SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૧) M તમારા કાર્ડથી તમારી શરીર-સંપત્તિ ક્ષીણ થતી જાણી. ધર્મપ્રેમને લઈને ખેદ સહિત વૈરાગ્યનું કારણ બન્યું છેજી; પણ તમારા ભાવો મહારોગથી પણ દબાય તેવા નથી એમ જાણી, સંતોષ થયો છેજી. તમે ગઇ વખતે આવ્યા ત્યારે તત્ત્વજ્ઞાન લેતા ગયા હો તો તેમાં છેલ્લે પાને તમને લખી આપ્યું હશે. તે નિત્યનિયમાદિ અક્ષરશઃ પ્રાણ ટકે ત્યાં સુધી નહીં ચૂકવા ભલામણ છેજી. તેમાં સાત અભક્ષ્યના ત્યાગ વિષે લખી આપ્યું હોય તે ફરી વાંચી જજો. જો સાતે અભક્ષ્યનો ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક તમે કર્યો હોય તો તમે પૂછાવેલી દવામાંથી કોઈનું સેવન થઈ શકે તેમ નથી, એમ ગણી સંતોષ રાખી, બીજી બને તે દવાઓ કરતા રહેવા ભલામણ છેજી. જો તમે મધ, માખણમાંની કોઈ ચીજ દવા માટે વાપરવા છૂટ રાખી, પાંચ કે છ ચીજોનો ત્યાગ કર્યો હોય, તો જેની પ્રતિજ્ઞા નથી લીધી તે વસ્તુ વાપરવામાં પ્રતિબંધ નથી; અને તેમ જ હોય તો દહીંમાંથી સંચા કે વલોણી દ્વારા વલોવી તાજું માખણ દવા કે ખોરાક તરીકે વાપરી શકાશે. બે ઘડીની અંદર એટલે અડતાલીસ મિનિટ પહેલાં વાપરી લેવું. તેથી વિશેષ રાખી મૂકવું નહીં. પછી અનેક જંતુઓથી ઊભરાતું, માંસતુલ્ય તેને શાસ્ત્રમાં વર્ણવ્યું છેજી, બજારમાં મળતાં ડબા વગેરે તો કદી વાપરવા યોગ્ય નથી. પ્રશ્ન પ્રતિજ્ઞાનો છે. નિર્દોષ વસ્તુ પણ નહીં વાપરવાનો નિયમ લીધા પછી, જો દવા માટે પણ વાપરે તો પ્રતિજ્ઞાભંગનો મોટો દોષ લાગે છે. વ્યવહારમાં વચન આપેલું સજ્જન પાળે છે તો સદ્ગુરુ સાક્ષીએ લીધેલો નિયમ પ્રાણ જતાં પણ તોડવો ઘટે નહીં. ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દ્રષ્ટિનો મર્મ.” તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જો ન લીધી હોય, તો ઉપર જણાવ્યા પ્રમાણે તાજું માખણ લેવામાં દોષ નથી; તે લક્ષમાં રાખવા ભલામણ છેજી; અને પ્રતિજ્ઞા લીધી હોય તો માખણ કંઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું છે, તેથી વધારવા કોઈ દવા કે ડોક્ટર સમર્થ નથી, એવો દૃઢ વિશ્વાસ રાખી, પ્રતિજ્ઞારૂપ ધર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૭૧, આંક ૩૭૬). ઘીની બાબતમાં તમે મૂંઝાઓ છો, એમ પત્રથી જાણ્યું તમે જે નિયમ લીધો છે તે માખણના રૂપમાં તે ન ખાવું એવો છે. પરંતુ વિચારવાન જીવ પાપથી ડરતો રહે છે કારણ કે જે જે કરીશું તે આપણે ભોગવવું પડશે; તેથી જેટલું નિર્દોષ જીવન બને તેટલું કર્તવ્ય છે. આપણી જ આંખ સામે સાત-સાત દિવસનું માખણ તાવી, ઘી થતું જોવામાં આવે તો જરૂર જીવોને ઊકળતા જોઇ આપણું દિલ દુભાયા વિના ન રહે. તેનો ઉપાય તમારા હાથમાં છે. તમે વ્યવસ્થા કરી, જો કોઈ માણસ દ્વારા તે જ દિવસના માખણનું ઘી કરાવી લાવો, તો કોઈ ના નહીં કહે, કે તમે લૂખું ખાઓ તો પરાણે તમને માખણનું ઘી નહીં ખવડાવે. જેટલી તમારામાં દયાની લાગણી ખીલી હોય, તે પ્રમાણે સુવ્યવસ્થા કરશો તો સર્વની દયાળુ વૃત્તિને સંતોષ થાય, તેવું તમે કર્યું ગણાશે. કાં તો દૂધનું દહીં ઘેર કરી શકાય અને ઘીને બદલે દહીં વાપરવાથી પણ ચલાવી લેવાય અથવા દહીંનું ઘી ઘેર કરી શકાય. તે ન બની શકે તેવું લાગતું નથી, પણ જીવે તે મન ઉપર નથી લીધું; પણ બધા કરે તેમ કરવું, એવી ઘરેડમાં ચાલ્યા કરવું છે અને મોટી-મોટી વાતો જ કરવી છે, તે બે ન બને. બને તેટલું કરી છૂટવાનો વિચાર હશે તો સારું બનશે જ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy