SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯) પ્રતીતિ કરાવી, તેનું શરણ ગ્રહણ કરવા પ્રથમ યોગ્યતા પૂરતાં સાત વ્યસનનો ત્યાગ અને પાંચ ઉદ્બર ફળ અને બની શકે તો મધ, માખણનો ત્યાગ (દવામાં છૂટ રાખવા ઇચ્છે તો તેમ) કરાવી, વીસ દોહરા અને ક્ષમાપનાનો પાઠ તથા યમનિયમ, વાંચવા કે રોજ ભણવા ભાર દઈને જણાવશો. બને તો મુખપાઠ પણ કરી લે. દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં.' પત્રાંક ૬૯૨ વારંવાર તેમને વંચાવશો - સંભળાવશોજી. છેલ્લા ભાગની વધારે સ્મૃતિ રહે તેમ કરશો અને ચોથું વ્રત હમણાં છ માસ રાખે તો ઠીક લાગે છે. તેમનાં પત્ની તથા તેમની અનુમતિથી બાર માસનો આગ્રહ દેખા તો તેમ કરવું, પણ વ્રત લઈ ભાગે નહીં તે વિસ્તારથી સમજાવવાની જરૂર છે. લેતાં ઉતાવળ કરવાની જરૂર નથી અને કાળ આવે તો જાવજીવ છે જ. (બી-૩, પૃ.૧૦૬, આંક ૯૮) |આપે પ્રશ્નરૂપે પૂછયું છે કે વિષયનાં નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? એમ પૂછી નિશ્ચય કરેલાનાં, મૂળ ખોતરવા જેવું કર્યું છે. એક વાર નિશ્ચય પ્રતિજ્ઞારૂપે કર્યો હોય તો તેને પુષ્ટિ મળે તેવી વિચારણા કરવી ઘટે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં સર્વ પ્રકારે વિચાર કરી, પૂછી, નિર્ણય કરી, પ્રતિજ્ઞા લેવી ઘટે છે; નહીં તો મનમાં પરણ્યા અને મનમાં રાંડયા' જેવો ઘાટ બને છે; અને પ્રતિજ્ઞાથી મનને દ્રઢ કરવા જતાં નિર્બળ બનાવવાનો ઉપાય થાય છે. પચખાણનું સ્વરૂપ જાણ્યા વિના, જીવે “યમનિયમમાં જણાવ્યા પ્રમાણે અનંત સાધન કર્યા તથાપિ જન્મમરણ ન ટળ્યાં તો હવે શું કરવું તે વિચારવા, પુરુષાર્થ વધારવા રોજ એ ત્રોટક છંદ બોલાય છેજી. પોતાની પાસે જે મૂડી હોય તેને, જેમ બે જણને પૂછી સારો આસામી હોય તેને ધીરે છે, તેમ જીવનરૂપી મૂડી કેમ વાપરવી, તેને માટે પણ મોટાપુરુષો, ધર્મ આરાધતા હોય તેવાને પૂછી, પોતાની શક્તિ, વય અને વિકારો તપાસી, પોતાથી ઉપાડી શકાય તેવો ધર્મભાર ઉપાડવો ઘટે છેજી. “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” (૮૪) તે વિચારી, વર્તવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨પર, આંક ૨૪૬) 2 આજ્ઞા-આરાધનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ તથા મધ, માખણ ત્યાગવા યોગ્ય છે. સાત વ્યસન : (૧) જુગાર : લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાઓ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં. (૨-૩) માંસ-દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચોરી ચોરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે એમ સમજી, કોઇને પૂછયા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય, તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્રાદુઃખ તે સુખ નહીં.' જેનું પરિણામ દુઃખદાયક છે, તે કામ કદી કરવું નહીં, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર : કોઈ પણ જીવને ઇરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માંકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં, જેથી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy