SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ તેઓશ્રી તે વિષે એક દૃષ્ટાંત આપતા કે એક ગરીબ વાણિયો દૂર દેશ કમાવા ગયો. ઘણી કમાણી કરી, પાંચ રત્નો ખરીદી, તેને ગોપવી, પોતાને દેશ પાછો વળતો હતો. ત્યાં રસ્તામાં એકલા ઠગોની જ વસ્તીવાળું ગામ આવ્યું. તેણે વિચાર્યું કે કમાયા, તે ન કમાયા જેવું થઇ જશે માટે યુક્તિ કરીને ગામ વટાવી જવું જોઇએ. તેથી તેણે તે રત્નો એક પથરા નીચે દાટી, નિશાની રાખી, ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરી ગાંડાની માફક ગામમાં એમ બોલતો-બોલતો ફરવા લાગ્યો કે ‘રત્નવાણિયો જાય છે, આ રત્નવાણિયો જાય છે.’ તેને પકડી લોકોએ નાગો કરી તપાસ્યો પણ કંઇ મળ્યું નહીં. તે તો ઘણી વાર એમ ને એમ બોલતો ફરવા લાગ્યો. તેથી લોકોએ ધાર્યું કે એ તો ગાંડિયો કોઇ આવ્યો છે; એટલે એને કોઇ પજવતું નહીં, ભાવ પણ પૂછતું નહીં. પછી તે પેલાં રત્નો લઇ તેવા જ વેષે તેવું જ બોલતો-બોલતો ગામ પાર થઇ ચાલી નીકળ્યો. પછી વન આવ્યું, ત્યાં પાણી મળે નહીં. તેને તરસ ખૂબ લાગેલી, પ્રાણ નીકળી જાય એવું થયું પણ શું કરે ? આગળ જતાં એક ગંધાતી તલાવડી આવી. થોડું પાણી, તેમાં સુકાતાં-સુકાતાં રહ્યું હતું. તે પાણી પણ ગાળીને, આંખો મીંચી તેણે પીધું તો જીવતો રહ્યો અને ઘરભેગો થયો. તેમ જીવને આ જગતની મુસાફરીમાં સત્પુરુષના યોગે વ્રત આદિ રત્નોની પ્રાપ્તિ થઇ હોય, તે લૂંટાઇ ન જાય તેની કાળજી રાખવી. ખાવા-પીવાની સગવડ કે રસ તરફ લક્ષ નહીં રાખતાં, જીવતાં રહેવાય અને ભક્તિ થાય તેમ કર્તવ્ય છેજી. શરૂઆતમાં તે અઘરું લાગે છે; પણ પરમગુરુને આશરે આંખો મીંચી, કઠણ લાગે તોપણ સંયમમાં વૃત્તિ રાખીને, જીવ જો આટલો ભવ ધર્મ આરાધી લેશે તો તેનાં ફળ અમૃત જેવાં આગળ જણાશે અને મોક્ષમાર્ગે સુખે-સુખે વહી અનંત સુખનો સ્વામી જીવ બનશે. માટે ગભરાયા વિના વૈરાગ્ય-ઉપશમ નિરંતર હ્દયમાં જાગ્રત રહે તેમ વર્તવા યોગ્ય છેજી. નાહિંમત નહીં થતાં, હિંમત રાખી, શૂરવીરપણું દાખવી, મોક્ષમાર્ગ સાધવા નમ્ર ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૫, આંક ૮૮૪) પ્રશ્ન : આપણે એકાસણું, ઉપવાસ, વ્રતનિયમ જે જે કરવાં હોય, તે ભગવાનને પૂછીને કરવાં ? પૂજ્યશ્રી : હા, ‘ગળાÇ થમ્પો ગળાણ તવો | તમે જે સુખ જાણ્યું છે, અનુભવો છો, તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી, કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઇ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઇ, આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન ! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રતનિયમ વગેરે કરવાં. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૪) 2 નિયમ કરતાં પહેલાં વૃત્તિ બળવાન કરવાનો અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ થયા પછી નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવો ઘટે છેજી. અભ્યાસને માટે એક દિવસ કે રાત્રિ અથવા અમુક પ્રહર પણ રાખી શકાય. પોતાની શક્તિ ઉપરાંત નિયમ ન લેવો અને જેટલી શક્તિ હોય તેની વૃદ્ધિ થતી રહે, તેવો પુરુષાર્થ કરવો. મોક્ષમાળામાં ‘જિતેન્દ્રિયતા' અને ‘પ્રત્યાખ્યાન' નામના બે પાઠ છે. તે લક્ષ રાખીને વાંચવાથી માર્ગદર્શકરૂપ થાય તેવા છે. (બો-૩, પૃ.૬૬૨, આંક ૭૯૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy