SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ [] ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.’’ - એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી; તો મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે ? તેથી વિચારવાન જીવે તો ક્ષણે-ક્ષણે મરણ સંભારવા યોગ્ય છેજી. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) જીવને વૈરાગ્યની જરૂર છેજી. તે આસક્તિ ઘટયા વિના તો પ્રગટે કે ટકી રહે તેમ નથી. જેના હૃદયમાં વૈરાગ્યનો વાસ હોય, તેને તો આ કાળ તેની વૃદ્ધિ કરે, તેવી ઘટનાઓ ઉપરા-ઉપરી કર્યા કરે છે. તેનો યથાયોગ્ય વિચાર થયે, એ મોક્ષમાર્ગના ભોમિયારૂપ વૈરાગ્ય જાગે અને જરૂર મોક્ષમાર્ગે આગળ વધવાનું બળ આપે. મારે-તમારે-બધાને આ જ જરૂરની વસ્તુ છેજી. વૈરાગ્ય અને ઉપશમને જ્ઞાનીપુરુષે વખાણ્યા છે તથા આરંભ-પરિગ્રહના ત્યાગનો ઉપદેશ બહુ ભાર દઇને કર્યો છે. વારંવાર, તે પરમકૃપાળુદેવનાં વચનો લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૮) D સત્સંગની ઇચ્છા છતાં તેવો યોગ અંતરાયકર્મથી બની આવતો નથી ત્યારે વિચાર અને તેના ફળ તરીકે વૈરાગ્યભાવ ટકાવવા સત્શાસ્ત્ર અને સત્સંગી જનો સાથેનો પત્રવ્યવહાર પણ બળપ્રેરક બને છે. વિચારણા, સદ્ગુરુના બોધે યોગ્ય જીવાત્માને જાગે છે તો તેના બળે વૈરાગ્યવૃત્તિ સર્વ પ્રસંગોમાં રહ્યા કરે; કારણ કે અનિત્ય વસ્તુ-સમૂહની વચમાં આ જીવને રહેવાનું છે, તેનો અલ્પ પણ વિચાર કરે તો તેને મોહ ઘટવાનું કારણ બને છે. જે ઘરમાં આપણે જન્મ્યા હોઇએ, ખાતા હોઇએ, સૂતા હોઇએ, તે જ ઘર વિષે વિચારીએ તો તેમાં કેટલાંય સગાંવહાલાંનાં મરણ થયેલાં આપણને સ્મૃતિમાં આવે; કેટલાયના મરણતુલ્ય વ્યાધિના પ્રસંગો સ્મૃતિમાં આવે; તથા દ૨૨ોજ આપણી આજુબાજુ જે જે ક્રિયાઓ આપણા વડે કે આપણાં સગાં વડે થાય છે તેમાં કેટલાય જીવોની ઘાત થતી હોય છે; તે તરફ દૃષ્ટિ જતાં આપણા જીવનની અનિત્યતા સહેજે સમજાય છે અને પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં જે લખ્યું છે : ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' તે સહેજે નજરે તરી આવવા સંભવ છે. જેનું શરીર નીરોગી હોય અને જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં તણાતો હોય, તેને આ વિચારો આવવા દુર્લભ છે; પણ શરીર નરમ રહેતું હોય, સત્સંગે કંઇ બોધ સાંભળી વૈરાગ્યમાં જેની વૃત્તિ વળી હોય, તેને આવા વિચારોથી મોહ ઘટવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે; અને કોને માટે, કેટલા કાળ માટે, કેવા પ્રકારે હું આ પ્રવૃત્તિમાં તણાઉં છું કે કાળ ગાળું છું તેના વિચારો તેને સહેજે આવે છે; અને જીવન કેવી રીતે વ્યતીત થાય તો ઉત્તમ કહેવાય, તેનો નિર્ણય તેવા કાળમાં સહેજે વિચારવાનને થાય છે. પૂર્વે બાંધેલાં પ્રારબ્ધ પ્રમાણે સુખદુઃખ સર્વને આવે છે, પરંતુ તેમાં જેને વૈરાગ્ય હોય, તેને દુઃખના પ્રસંગો પણ લાભ દઇને જાય છે; અને અવિચારી જીવો તેવા પ્રસંગોમાં એવા વિચાર કરે છે કે દુઃખ મટશે કે નહીં મટે ? શું શું ઉપાય કરવા ? કેમ બીજા મારી સેવાચાકરી નથી કરતા ? દેહ છૂટી જશે તો આ કોણ ભોગવશે ? મારે આટલું બધું છોડવું પડશે ? એવા આર્તધ્યાનના વિચારોમાં કે કોઇ ઉપર દ્વેષ હોય તો
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy