________________
(૩૯૫ તેટલી શાંતિ, આત્મતૃપ્તિ જરૂર અનુભવાય. પરપદાર્થોથી જે જે આકર્ષણ-ક્ષોભ ઇન્દ્રિયો દ્વારા કે મન (કષાયપરિણામ) દ્વારા થાય છે, તે પ્રત્યે ઉદાસીનતા એ વૈરાગ્યનું સ્વરૂપ છે. ક્ષોભકારી પદાર્થોની હાજરી હોવા છતાં, તેની બેદરકારી રહેવી, તે વૈરાગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર દયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ,
ત્યાગ અને ભક્તિ દ્વારા સ્ક્રય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) D જીવને વૈરાગ્ય એટલે પાંચ ઇન્દ્રિયના ભોગો પ્રત્યે અનાસક્તિ, અણગમો અને ઉપશમ એટલે કષાય-ક્લેશનું મંદ પડવું - આ બે ગુણોની બહુ જ જરૂર છે. તેનું આરાધન વિશેષ-વિશેષ થશે, તેમ તેમ પુરુષો પ્રત્યે, તેમનાં વચનો પ્રત્યે, તેમના ઉપકાર પ્રત્યે અત્યંત અનુરાગ થઇ, પોતાના દોષો છેદવાના ઉપાય જીવ હસ્તગત કરશે, તેને ઉચ્છેદી નાખ્યા વિના જંપશે નહીં. જેમ જેમ જીવ પોતાના દોષો જોવાનો લક્ષ રોજ રાખશે, તેમ તેમ તે તે દોષો ખળભળી ઊઠી, ચાલ્યા જવાનો ક્રમ શોધશે. (બો-૩, પૃ.૭૧૫, આંક ૮૬૬). સુમતિનાથ ભગવાનના સ્તવનમાં ‘‘આતમ અર્પણ દાવ સુજ્ઞાની.” એમ કહ્યું છે એટલે અંતરાત્મા થઇ પરમાત્માનાં ચિંતવનમાં રહેવા માટે ભગવાનની સાથે લગ્ન કરવાની જરૂર છે.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસેં.” એવો પરમાત્મા પ્રત્યે પ્રેમ, ગમે તેવી વિકટ વાટે પણ કરવા પરમકૃપાળુદેવે પુરુષાર્થ કર્યો છે. તેને પગલે-પગલે આપણાથી બને તેટલું, ચિત્ત બીજેથી ઉઠાવી “પ્રભુ પ્રભુ લય' લાગી રહે તેમ કર્તવ્ય છે.
હરિ પ્રત્યે એક અખંડ લય લાગે, તેને વૈરાગ્ય પરમકૃપાળુદેવે કહ્યો છે. (બી-૩, પૃ.૭૪૮, આંક ૯૨૫) 0 ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભોગવતાં સમભાવ રહેવો મહા દુર્ઘટ છે, તૃષ્ણા વધે છે
અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય, એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. (બી-૩, પૃ.૭૫૩, આંક ૯૩૮). આત્મજ્ઞાન ન થયું હોય તોપણ સપુરુષે કહ્યું છે તે કર્યા વિના, કદી મોક્ષ થવાનો નથી, અને બનતા પુરુષાર્થે મારે તે મહાપુરુષનું કહેવું જ કર્યા કરવું છે, આમ જેની દૃઢ માન્યતા થઈ છે, તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તોપણ મન ઊંચું રહે છે - તેથી (બીજા કામથી) આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેલું કરવું છે પણ આમાં ખોટી થવું પડે છે, તેટલો અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે – એવો ખટકો જેને રહેતો હોય, તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં સત્સંગે, તે જીવને પુરુષનાં વચનોનો મર્મ સમજાવા યોગ્ય છે. મોહ
ખસતાં સમ્યક્દર્શન પામવા યોગ્ય બને છે. (બો-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫) D પ્રશ્ન : વૈરાગ્ય શાથી થાય? પૂજ્યશ્રી વિચારથી. શરીરનો વિચાર કરે કે આ શરીર ઉપરથી સારું દેખાય છે, પણ એની અંદર શું
ભરેલું છે? એનું સ્વરૂપ કેવું છે? એમ જો વિચાર કરે તો વૈરાગ્ય થાય. વૈરાગ્યની જરૂર છે. કંઇક વૈરાગ્ય હોય તો બોધ પરિણામ પામે. (બો-૧, પૃ.૬૪, આંક ૪૩) | વારંવાર મરણ સંભારવાથી વૈરાગ્યબુદ્ધિ થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯)