SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૩ છે. સાજા હોઇએ, માંદા હોઇએ, સત્સંગમાં હોઇએ, વિયોગમાં હોઇએ, યુવાવસ્થામાં હોઇએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થાવસ્થામાં હોઇએ કે ત્યાગી અવસ્થામાં હોઇએ તોપણ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) ખાતાં-પીતાં, વ્યાપાર કરતાં, છૂટું–છૂટું એવો ભાવ જીવને બધેય રહે, આત્મા ન ભુલાય એવું કરવાનું છે. એ જ ખરો ત્યાગ છે. (બો-૧, પૃ.૨૬૫, આંક ૧૭૫) | ‘હું, મારું કાઢી નાખવું. જાગૃતિ રાખે તો ખસે એવું છે. સ્ત્રી, કુટુંબ વગેરેમાં માથું કુટાય એવું છે. ત્યાં શાંતિ ન મળે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફૂટે એવો અવાજ કરી કહ્યું હતું. આખરે મોક્ષ જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે તો સંસાર છે. ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુઃખ લાગ્યું કે આ તો ક્લેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા. એમ ન વિચાર્યું કે રાજ્ય કોણ કરશે? સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો-મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે, એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગ કરે તો સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ જીવને દુઃખ લાગે છે. ત્યાગ અવસ્થામાં જ્ઞાનનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મૂળપણું થઇ જાય એટલી એમાં યોગ્યતા છે. (બો-૧, પૃ.૨૨૬, આંક ૧૧૭) | યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં જતો. એક વખત રાજાએ તેને પૂછયું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશ. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ધન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્ધ-અર્ધ વહેંચી લો. હું તો ત્યાગ લઉં છું. મૈત્રેયીએ પૂછયું, વનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી મૈત્રેયીએ પણ ત્યાગ લીધો, અને કાર્યાયિનીને ધન આપ્યું. બીજે દિવસે યાજ્ઞવલ્કય જનકરાજાના દરબારમાં ગયો. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહ્યું જાણી લીધું. (બો-૧, પૃ.૧૪) બાર ભાવનાઓ D આવા પ્રસંગો (પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીનો દેહત્યાગ) જીવ નજરે જુએ છે છતાં આ અનિત્ય (૧) જીવનમાંથી મોહ ઘટતો નથી, પોતાની અશરણ (૨) નિરાધાર સ્થિતિનો વિચાર પણ આવતો નથી, જન્મજરામરણનો (૩) ત્રાસ આવતો નથી એ મોટું આશ્રર્ય છે. એકલો (૪) જીવ આવ્યો છે અને આ સ્વપ્ન જેવા સંસારની સર્વે વસ્તુઓ અહીં જ પડી મૂકી, સર્વ કામધંધા અધૂરા મૂકી, એકલો ખાલી હાથે પરભવમાં જનાર છે, તેનો વિચાર હજી સ્ક્રયને જાગ્રત કરતો
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy