SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૯ કામ વસ્તુ એવી છે કે જીવને ઉન્મત્ત બનાવી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ - એ બધા કામને વશ છે, કોઈ તેને જીતી શક્યા નહીં. કામ બહુ બળવાન છે. કામનો વિશ્વાસ જરા પણ રાખવા જેવો નથી. જ્ઞાનીનો વિશ્વાસ રાખી, તેના શરણે રહેવું. એક વીતરાગ ભગવાન જ કામને જીતી શક્યા છે. (બો-૧, પૃ.૧૨૧, આંક ૩૪) બ્રહ્મચર્ય 0 મૈથુનમાં પણ હિંસા છે, તેથી ત્યાગવા કહ્યું છે. મૂળ વ્રત તો અહિંસાવ્રત છે, તેને પોષવા બીજાં વ્રતો છે. નિશ્ચયથી તો આત્મામાં રહેવું, તે બ્રહ્મચર્ય છે, પણ તે માટે વ્યવહાર બ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તો બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી, એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી કહેતા “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમનો પાયો સત્ અને શીલ છે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૬) પાંચ મહાવ્રતમાં મુખ્ય બ્રહ્મચર્ય છે, તે મુશ્કેલ છે. જે અઘરું છે, તે પહેલાં કરવું. પાંચ ઇન્દ્રિયના વિષયમાં મુખ્ય, સ્પર્શમાં જીવ આસક્ત થયેલો છે. તેથી છૂટવા બ્રહ્મચર્ય કહ્યું છે. એમાં જેને જય, તેને બધામાં જય થાય તેવું છે. કામને મનોજ કહ્યો છે. શરીર જડ છે. તે સુખનું કારણ નથી. પોતાના આત્માને શરીરથી ભિન્ન જાણે તો બીજાને પણ ભિન્ન જાણે. મૂળ વસ્તુ જાણવાની છે. દેખાય છે, તેમાં કંઈ માલ નથી. સાચી વસ્તુ જ્ઞાની પાસેથી સમજવાની છે, પણ તે બ્રહ્મચર્ય વગર સમજાશે નહીં. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૭) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (ઉપદેશનોંધ પૃ.૬૭૦) તમારા પત્ર ઉપરથી જણાય છે કે તમને આ વાત (બ્રહ્મચર્યવ્રત ન લેવું) પસંદ નથી પણ વખતે તમારા પિતાની ઈચ્છાને માન આપવા તૈયાર થાઓ, એવા ઢીલા ભાવ તો જણાય છે. આખી જિંદગી સુધી વ્રત પાળી શકશો કે નહીં, તે તમારે પોતાને વિચાર કરવાનો છે. પરણીને સુખી થશો કે ઉપાધિ વધશે અને મોહ વધશે કે કેમ, તે પણ વિચારવાનું જરૂરનું છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો આપને માટે કેવો અભિપ્રાય હતો અને તેમને શું પસંદ હતું, તે પણ તમે જાણો છો. તમારી હાલ એટલી નાની ઉંમર નથી કે તમે વિચાર કર્યા વિના બીજાના અભિપ્રાયમાં તણાઓ. તમને ડોસા અફીણનું બંધારણ કરવા સલાહ આપે, આગ્રહ કરે તો અફીણનું વ્યસન ગળે પડવા દો ? જો તે ન પડવા દો તો તેથી વિશેષ ભયંકર, જન્મમરણની વૃદ્ધિનું કારણ તમારી પાસે પરાણે કરાવે તો તમારે કેમ કરવું, તે તમારા અંતરાત્માને પૂછશો. એમને તો તમને સુખી કરવા છે, એમની
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy