SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) આવા વિચારે મનને મોહમાં વહ્યું જતું પાછું વાળી, મારે તો હવે કોઇ રાજમતિ જેવો અવસર આવ્યો છે એમ ગણી, આ ભવ બ્રહ્મચર્યવ્રતમાં જ ગાળવાની પ્રતિજ્ઞા લીધી છે, તો તેને માટે પ્રાણ છોડવા પડે તોપણ નહીં ડરતાં, મારા મનને અત્યંત દ્રઢ કરી, મારા ઉપર મોહ કરનાર રહનેમિ (રથનેમિ) જેવા સાધુ હોય તોપણ મારે તેને સમજાવી, ધર્મ માટે આટલો ભવ ગાળવાના ભાવ તેને જાગે તેવો ઉપદેશ આપી, તેને અપકારનો બદલો ઉપકારરૂપે આપવા માટે કેડ બાંધી મથવું ઘટે છે. તેના વિકારભાવ પલટાઈ, સપુરુષની આજ્ઞામાં જીવન ગાળવાનો તેનો નિશ્ચય થાય, તેમ મારે હિંમત રાખી વિકાર તજી, તેને વૈરાગી બનાવવા બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણે જણાવવું ઘટે છે: જેમ કે “જો માણસ સ્ત્રીના મોહમાં સડ્યા કરે તો કદી મોક્ષ પામે નહીં; નારી તો નરકનું દ્વાર છે એમ અનેક સંતોએ કહ્યું છે અને મહાવીર ભગવંતે તો એમ કહ્યું છે કે ઘરડી સો વર્ષની ડોસી, નાક-કાન કાપેલી હોય, રોગી હોય, તેનો પણ સહવાસ, સાધુ જેવાએ પણ, એકાંતમાં કરવો ઘટે નહીં, તો મારી સોબતે તમારા ભાવ બગડ્યા વિના કેમ રહે ? માટે મારી સોબત છોડી, જે સપુરુષોને મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી; મોહને જે ઝેર જેવો જાણે છે અને તેથી દૂર ભાગતા રહે છે, તેવા નિઃસ્પૃહી મહાપુરુષોના સંગે તમારા ભાવ પલટાવી, મોક્ષને માટે તત્પર થશો તો મારા ઉપર મોટો ઉપકાર કર્યો ગણીશ.” વગેરે જે સત્પરુષને આશ્રયે શિખામણ સૂઝી આવે, તેવી શિખામણ આપીને તથા “મોહને વશ થવાથી કેવાં ફળ ભવિષ્યમાં ભોગવવા પડશે અને આ ભવમાં ધર્મ કરવાની ધારણા કરી હશે, તેને માથે પાણી ફરશે.” એમ સમજાવી, સપુરુષને માર્ગે તે જીવને દોરવાનું કામ મારાથી ક્યારે બને કે જ્યારે મારામાં મોક્ષે જવાની પ્રબળ ભાવના (ઇચ્છા) હોય અને તેને માટે પુરુષની આજ્ઞામાં જ જીવવા સિવાય બીજી રીતે જીવવું નથી, એવી દૃઢ નિર્વિકારભાવના હોય તો મારાં વચનની છાપ બીજા ઉપર પડે. માટે મારે તો પહેલું એ જ કરવા યોગ્ય છે કે બીજા કોઈ સમજે કે ન સમજે, પણ મેં જે સપુરુષની સાક્ષીએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવાની, સકળ સંઘની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે, તે પાળવા માટે હું કુસંગ એકદમ છોડું; વિકાર ઓછા કરવા ઊણોદરી, એકાસણા, ઉપવાસ કે છઠ્ઠ, અઠ્ઠમ અને તેથી વિકાર ન ટળે તો અઠ્ઠાઈ ઉપર અઠ્ઠાઈ કરી શરીર ગાળી નાખું; તેમ છતાં વિકાર ન છોડે તો બ્રહ્મચર્યરૂપ ધર્મને ખાતર આ વિકારી જીવનને આપઘાતથી, અનશનથી કે ઝેર ખાઈને પાડી નાખ્યું અને ધર્મસહિત આ દેહ છોડી, વિશેષ ધર્મ સેવાય તેવા દેહ, દેશ અને વાતાવરણમાં ઉત્પન્ન થાઉં પણ પુરુષના માર્ગને તોડવાનો રસ્તો બતાવનાર, પ્રથમ પાપી તો આ ભવમાં નહીં જ થાઉં, એવો દૃઢ નિશ્ચય, હું તો એવા પ્રસંગમાં જરૂર રાખ્યું અને તેમ જ વર્તન કરે એવી અત્યારની મારી ભાવના હે ભગવાન ! ભવોભવ ટકી રહો! આવા વિચારો સ્ફરવાથી આ પાખીને દિવસે, ક્ષમાપના માગવાના દિવસે પણ, જો આપને ખોટું લાગવા જેવું બન્યું હોય તો તેની માફી માગી, તેવો પ્રયત્ન તમારા પ્રત્યે ફરી નહીં કરવાની ભાવના સેવી, પત્ર પૂરો કરું છું. તમારી સાથે ઘણા વખતનું ઓળખાણ હોઈને, તમારા પ્રત્યે દયા સ્ફરવાથી લખાયું છે. તેનો સવળો અર્થ લેવા વિનંતી છે. (બી-૩, પૃ.૩૬૩, આંક ૩૬૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy