SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ જન્મમરણની પરંપરાનાં દુઃખ દૂર થાય, તેવી દવા જ્ઞાની ગુરુએ જણાવી છે, તે ભાવ ગરજ રાખીને સેવે છે અને તે સંસારના આંટા ઉકેલવા પુરુષાર્થ બમણા બળથી કરે છેજી. તે કેવા પ્રકારે ? ‘‘શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.''(૬૯૨) ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’ (બો-૩, પૃ.૫૮૫, આંક ૬૬૩) D ‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. છતાં ક્લેશ થાય છે અને તેનું માઠું પરિણામ દુર્ગતિરૂપ આવે છે; તેનું કારણ જણાવતાં પોતે લખે છે : ‘અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.'' (૪૬૦) એમ તેનો ઉપાય પણ દર્શાવ્યો છે. તો પ્રથમ શાનો સદ્વિચાર કરવો ? તે વિષે લખે છે : ‘‘તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આમ આપણને જે ‘‘આત્મસ્રાંતિ સમ રોગ’' વર્તે છે, તેનો ઉપાય બતાવ્યો છે. તે જાણી બીજા બધા રોગ કરતાં આ રોગ અનાદિકાળથી જામી ગયેલો જૂનો છે, માટે તેને કાઢવા માટે જ્ઞાનીપુરુષે ‘‘ઔષધ વિચાર ધ્યાન'' તથા ગુરુઆજ્ઞા સમ પથ્ય'' દર્શાવ્યા છે, તે સેવવા પડશે. "" આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તો અનન્ય ભાવે, એકનિષ્ઠાએ, સર્વસ્વપણે, પરમ પ્રેમે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી, તેને ક્ષણવાર વીસ૨વા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત જાય છે, ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. માટે આત્મહિતને ઇચ્છનાર સરળભાવી, ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે આટલો ભવ તો આ પરમપુરુષની ઉપાસના કરવા દે. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) સંસારમાં એક તલ જેટલી જગ્યા પણ દુ:ખ સિવાયની નથી, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે અને અનેક તીર્થંકરોને તેવું જ ભાસવાથી, અત્યંત ઉદાસીનતા સંસાર પ્રત્યે વધતાં, તેનો ત્યાગ કરી તે મોક્ષે ગયા; પણ આ જીવને હજી સંસારમાં કંઇ ને કંઇ મીઠાશ વર્તે છે, તેથી આબરૂ, ધન, સગાં અને ઓળખીતાને અર્થે મનુષ્યદેહની ઉત્તમ મૂડી વ્યર્થ વહી જવા દે છે, અનેક કર્મો ઉપાર્જી સંસારપ્રવાહમાં તણાય છે, તેનું યથાર્થ ભાન પણ નથી. પરમકૃપાળુદેવના હ્રદયમાં આ સંસાર પ્રત્યે કેટલો વૈરાગ્ય હશે, તેનું માપ કાઢવા આ પામર પ્રાણી અસમર્થ છે. તેની પાસે તેવો કોઇ ગજ નથી કે જેથી તે માપી શકે. તેની પાસે તે સાંસારિક ભાવો જ ભર્યા છે અને મહાપુરુષોમાં કંઇક આવા ભાવો ઓછા હશે એમ માને, પણ આસમાન-જમીન જેટલો તેમનામાં અને આપણામાં ભેદ છે. તેમને ઉદય હતો, પણ નહીં જેવી અસર તેમને કરી શકતો; પણ આ જીવને ઉદય ન હોય તોપણ ઉદીરણા કરીને સંસારની શાતા ભોગવવાની વૃત્તિ છે. તેનો ક્ષય કરવા જીવ તત્પર થશે ત્યારે તે મહાપુરુષના અપાર સામર્થ્યની કંઇક ઝાંખી થશે. ‘‘અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy