SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૮) રાગાદિક દૂર થાય ત્યાં, ખરી અહિંસા ધાર; રાગાદિ પ્રગટાવતાં, હિંસા સ્વરૂપ વિચાર. તમારો પત્ર મળ્યો. કોઈ સંન્યાસી સાથે કંઈ અથડામણી થઈ, તેનો ક્ષોભ પણ પત્રમાં ઉલ્લેખ પામ્યો છે. ધાર્મિક જીવનની શરૂઆતમાં બહુ સંભાળવાનું એ છે કે કુસંગ કે કુતર્ક ચઢી જવાથી જીવને વિક્ષેપનાં કારણો ઊભાં થાય છે. રાગ-દ્વેષમાં આપણો આત્મા તણાય કે આપણા નિમિત્તે કોઇને રાગ-દ્વેષમાં પ્રવર્તવાનું બને, ત્યાં બંને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, તે આત્મઘાત છે; આમ પોતે પોતાનો વેરી, આ જીવ થતો આવ્યો છે. રમત કરવા પણ વીંછીના દરમાં આંગળી ઘાલે તો ડંખ વાગવાનો સંભવ છે. બાકી જગતમાં આત્માની વાત તો દુર્લભ છે, ઠેકાણે-ઠેકાણે પૂછવાથી પ્રાપ્ત થાય તેમ નથી. દરેક ગજના શિરમાં મોતી હોતાં નથી, વન-વને સિંહ વસતા નથી, પર્વતે-પર્વતે હીરાની ખાણ હોતી નથી, તેમ સંન્યાસ (ત્યાગીના) વેશવાળા દરેક આત્મજ્ઞાની હોતા નથી. (બી-૩, પૃ.૨૯૩, આંક ૨૮૨) સંસાર 1 જ્ઞાની પુરુષોએ આ સંસારમાં ગમે તેવાં અનુકૂળ સુખો હોય, કોઈ પણ પ્રકારની લૌકિક સુખની ખામી ન હોય તોપણ આ સંસારનું સ્વરૂપ વિષમ, ભયંકર અને ક્લેશરૂપ કહ્યું છે. એકાંત દુઃખરૂપ આ સંસારમાં ભ્રાંતિપણે જે સુખ માન્યું હતું, તે પણ દુઃખ જ હતું. જે સુખનો વિયોગ માનીએ છીએ, તે પણ દુઃખનો જ વિયોગ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા કર્મના સંયોગે પ્રાપ્ત થાય છે. અનુકૂળ સંયોગો અવિચારદશામાં સુખરૂપ લાગે છે અને પ્રતિકૂળ સંયોગો દુ:ખરૂપ લાગે છે; પણ કોઈ કર્મના સંયોગ આત્માને સુખ આપવા સમર્થ નથી. માટે સાંસારિક અનુકૂળતાઓમાં ખામી આવવાથી, જીવ તેવા સુખની ઝંખના કરે છે, તે દુઃખને જ નોતરે છે. માટે વિચારવાન જીવે જ્ઞાનીએ જે સુખ માન્યું છે, ચાખ્યું છે અને પ્રશંસ્યું છે એવા આત્મિક સુખની ઝૂરણા કરવી. તે અર્થે જ જીવને જાગ્રત કરવા સંસારમાં આપત્તિઓ આવે છે અને તે વખતે જો જીવ જાગ્રત થાય તો તે કલ્યાણરૂપ નીવડે છે. ભક્તાત્માઓને તો તે વિશેષ કલ્યાણકારક સમજાય છે. (બી-૩, પૃ.૧૮૦, આંક ૧૮૩) T સંસાર એ ઝાંઝવાનાં પાણી જેવો છે, મૃગતૃષ્ણા જેવો છે. સંસારમાં સુખ છે નહીં; જે દેખાય તે ભ્રાંતિ છે. સંસારનાં દુઃખોમાં કટુતા એટલે કડવાશ લાગે છે, છતાં એને જ ઇચ્છે છે – સંસારની જ ઈચ્છા રહ્યા કરે છે, તે માણસ ગધેડા જેવો છે. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૨) D જેમ ગધેડાનું પૂછડું પકડયું હોય અને લાત મારે તોય છોડે નહીં, તેમ જીવ સંસારમાં દુઃખ ભોગવે છે, તેમ છતાં તેને જ પકડી રાખે છે, છોડતો નથી. (બો-૧, પૃ.૨૯૦, આંક ૪૦) D મહાત્મા જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ જાણ્યું ત્યારે એક નિશ્ચય ઉપર આવ્યા કે કોઈ પણ પ્રકારે સંસારમાં સુખ નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy