SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ [] મોટા યોગીઓને પણ મન વશ કરવું અઘરું પડયું છે. શ્રી આનંદઘનજી ગાય છે કે : ‘મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિ ન બાજે; જિમજિમ જતન કરીને રાખું, તિમતિમ અળગું ભાજે, હો કુંથુજિન.'' સર્વનો ઉપાય : ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.’' વીસ દોહરા બોલતાં મન ભટકતું હોય તો છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેનો વિચાર ગાતાં-ગાતાં કરવો તો મનને કામ મળશે એટલે બીજા વિચારોમાં જતું અટકશે. વિકારોનો નાશ કરવા માટે સાંચન અને તેમાં રસ ઉત્પન્ન થાય તો જગત બધું વાંચતી વખતે ભૂલી જવાય છે. સ્મરણ કરવાની ટેવ વિશેષ રાખવી. (બો-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬) મનને શોધી પ્રેમથી કરજો અતિ નિર્દોષ; અનન્ય ભક્તિ દૃઢ કરી, પામો બહુ સંતોષ. ૩૫૧ જ્ઞાન વૈરાગ્ય વધારજો, ભજજો જગદાધાર; મન ઇન્દ્રિય વશ રાખજો, તજજો સ્થૂળ વિચાર.' આપનો પત્ર મળ્યો. અનાદિકાળની વાસનાઓ ધુમાડાની પેઠે આપોઆપ સ્ફુરી આવી જીવને ધર્મધ્યાનમાં વિઘ્ન કરે છે; તેવે વખતે પરમકૃપાળુદેવનું શરણ, તેમની નિર્વિકાર મુખમુદ્રા અથવા પ.પૂ. પ્રભુશ્રીજીનું સ્મરણ, તેમનો પરમ ઉપકાર આદિ ભૂતકાળના સમાગમમાં વૃત્તિ વાળવાથી, જીવને બળ સ્ફુરી શાંતિ થવા યોગ્ય છે. કોઇ વખત કર્મની વિશેષતાને લીધે વારંવાર વિક્ષેપ થયા કરે તો આત્મનિંદા કરી ‘કર્મ બંધાશે તેનાં ફળ કેવાં ઉદય વખતે દુઃખ દેશે' તેનો ચિતાર મનમાં ખડો કરવાથી, કર્મબળ મંદ પડે અને ધર્મધ્યાનમાં વૃત્તિ જોડાય. તેમ છતાં મન ન ગાંઠે તો તેવી પ્રવૃત્તિમાં મારું બળ કંઇ ચાલતું નથી, માટે હે પ્રભુ ! આપનું જ એક શરણ છે, એવી પ્રાર્થના દીનપણે પરમકૃપાળુદેવ પ્રત્યે કરવી અને મનને કહેવું તારે જે કરવું હોય તે કર, હું તો માત્ર જોયા કરીશ. એવી વૃત્તિ રાખીને તૃષ્ટા તરીકે રહેવું, પણ કર્મના ઉદયમાં મીઠાશ માનવી નહીં. (બો-૩, પૃ.૬૬૨, આંક ૭૯૦) સંકલ્પ-વિકલ્પ આ બધું દેખાય છે, તે ‘હું’ છુ - એ વિકલ્પ છે. દેહાદિને ‘હું' માને, તે વિકલ્પ છે. આ ‘મારું’ છે - એ સંકલ્પ છે. વિકલ્પ એ ભૂલ છે. તેને લીધે જ સંકલ્પ થાય છે. ‘હું અને મારું' જાય ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૪) D પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઇ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય જ્ઞેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy