SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮) પ્રસંગે બીજ ચિન દેવું પડે તે તો છૂટકો નહીં માટે તેમ કરવું પડે; પણ અનર્થદંડ તરીકે, જરૂર વગર જીવ નકામો ખોટી થાય છે, તેથી બચવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૫૬, આંક ૪૧) [ મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઇએ. સંકલ્પ-વિકલ્પોમાં મન જાય તેને રોકવાનો ઉપાય - પ્રથમ સમજાવવું અને પરભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવું. જો તેમ સમજાવતાં ન માને તો ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તો મોટેથી બોલવું. તેમ છતાં ન માને તો તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય, ત્યાં જતી જોયા કરવી તો ધીરજથી મન ઠેકાણે આવી જશે. (બો-૧, પૃ.૨૬, આંક ૩૨). L. પરમકૃપાળુદેવના જે પત્રો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી મુખપાઠ કર્યા છે, તેના વિચારમાં રહેવાય તો તેમાં સર્વ શાસ્ત્રો સમાઈ જાય છે; પણ મનનો સ્વભાવ અસ્થિર હોવાથી નવું-નવું ઇચ્છે એ સ્વાભાવિક છે; તો તેને પોષે, તેની વિચારણામાં મદદ થાય તેવો ખોરાક, તેને આપતા રહેવું ઘટે છે. (બી-૩, પૃ.૧૦૪, આંક ૯૬) U નવરાશ હોય તો ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગાળે ત્યારે આપણે સન્શાસ્ત્રમાંથી કંઈક વાંચવું, વિચારવું કે કંઈ ન બને તો સ્મરણમાં મનને જોડવું. જો નવરું મન રહ્યું તો તે નખ્ખોદ વાળે તેવો તેનો સ્વભાવ છેછે. “આહાર તેવો ઓડકાર.” “અન્ન તેવું મન્ન.” એવી કહેવત છે, તો વૃત્તિને ઉશ્કેરે તેવા મસાલા આદિ તામસી ચીજો આહારમાંથી ઓછી થાય તેમ હોય તો તે પણ અજમાવી જોવા ભલામણ છેજી, આપણાથી બને તેટલો વિચાર કરી મનને સદ્વિચારમાં, ભક્તિ, સ્મરણ, ગોખવામાં કે લખવામાં જોડી રાખવું ઘટે છેજી, (બી-૩, પૃ.૪૦૧, આંક ૪૦૯) 1 ઇશ્વરપૂજાનું ફળ બધું ચિત્તની પ્રસન્નતામાં સમાય છે એમ શ્રી આનંદઘન મહારાજ જણાવે છે. તેનો ઘણો ગહન અર્થ છે અને પરમ પુરુષોની કૃપાદ્રષ્ટિ થયે તે ફળ પ્રાપ્ત થાય તો મોક્ષ પછી દૂર નથી; પણ આપણી અલ્પમતિમાં, સમજમાં સહેલાઈથી આવે તેવો ઉપર-ઉપરથી વિચાર કરીએ તો જણાશે કે ચિત્તની ચંચળતા, અસ્થિરતા એ જ દુઃખનું કારણ જણાય છે. ચિત્ત ચોતરફ માંકડાની પેઠે ફરતું છે, તેનો તો આપણ સર્વને અનુભવ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' એમ પુષ્પમાળામાં કહ્યું છે; તેનું કારણ પણ એ જ છે કે ચંચળ ચિત્ત રાતદિવસ કર્મ બાંધવાનું જ કારખાનું ચલાવ્યા કરે છે. રાત્રે ઊંઘમાં પણ તેનું જ કામ ચાલતું હોય છે. એ ચંચળતા શાથી થાય છે, એ જણાય તો શાથી દૂર થાય, તે પણ જણાય; અને તે ટાળવાનો ઉપાય કર્યો ચિત્તની પ્રસન્નતા થવી સંભવે છે. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.' એ કહેવત પ્રમાણે ચિત્તને કામ ન આપ્યું હોય તો નકામી કલ્પનાઓ કરી કર્મના ગાઢ ઢગલાં બાંધી દે છે. ઘડીકમાં ગામ સાંભરે અને ઘડીકમાં ભાઈ સાંભરે, તો ઘડીકમાં સ્ત્રી સાંભરે તો ઘડીકમાં મિત્રો સાંભરે અને શેખચલ્લીના તરંગોની પેઠે બેઠું-બેઠું ચિત્ત ઘાટ ઘડ્યા કરે અને સંસારપરિભ્રમણની સામગ્રી એકઠી કરે છે. કોઈ વિચારથી ચિત્તમાં રતિ-હર્ષ થાય અને કોઈ વિચારથી ખેદ થાય - એ બંને કર્મબંધનાં કારણો છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy