SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૩) દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે, પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્યબુદ્ધિ આત્મહિતનું કારણ નથી, એ સર્વનો સાર છે. (બો-૩, પૃ.૨૯, આંક ૫૭૮). D પ્રશ્ન : ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી : કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય, એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૨૨) 0 પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું, તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. લક્ષ્મીમાં આસક્ત હોય તો તેને જિંદગી સુધી છોડે નહીં. જે અત્યારે દાનપુણ્ય નથી કરતો, તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે. (બો-૧, પૃ.૨૪૨, આંક ૧૩) પર્યુષણપર્વ D પર્યુષણ એટલે ભગવાનની ઉપાસના છે. અનાદિકાળથી પર્યુષણ પર્વ ઊજવાયા કરે છે એમ માન્યતા છે. તે દિવસોમાં કષાયની મંદતા થાય, ભક્તિભાવ વધે, જ્ઞાન-ધ્યાનનો જોગ બને, મૈત્રીભાવ આદિ ચાર ભાવનાઓનો અભ્યાસ થાય અને આખા વર્ષમાં થયેલા દોષો દૂર કરવાની ભાવના પોષાય. ટૂંકામાં, જન્મમરણ છૂટે તેવા ઉપાયો વિચારવા, આદરવા માટે એક અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ પર્યુષણ આરાધના ઉપર લખ્યાં છે; તે વાંચી, તે દિવસો કેમ ગાળવા તે વિશેષ પ્રકારે વિચારશોજી. તમારે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તે દિવસે સવારમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ રોજ ભાવના કરવી. ભક્તિ એ મુખ્ય વસ્તુ છે એ લક્ષ રાખી, યથાશક્તિ તમારી ઇચ્છા પ્રમાણે તપસ્યા કરવામાં હરકત નથી. લૌકિક માન આદિ ભાવમાં તણાવું નહીં. આત્મભાવના વિશેષ થાય તેમ પ્રવર્તવું. તેથી સાથે-લગા ઉપવાસ લેવા કરતાં, રોજ ભક્તિ જોઈને લેવાનું રાખવું. સંયમ, સ્વાધ્યાય, સ્મરણમાં ચિત્ત રાખવું. કોઈ પ્રત્યે પણ દ્વેષ ન થાય કે ન રહે તે લક્ષ રાખશોજી. (બી-૩, પૃ.૭૦૭, આંક ૮૫૨) D પર્યુષણ પર્વ બાર માસે આવે છે. જેમ વેપારી બાર માસનું સરવૈયું, નફા-નુકસાનનું કાઢે છે, તેમ આત્માર્થીજીવને દરેક પર્યુષણ પર વિચાર કરવાનો છે કે કષાય કેટલા ઘટયા છે? આગળ વધાયું છે કે નહીં? (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) પરમકૃપાળુદેવે પર્યુષણ પર્વની મર્યાદા પૂર્ણિમા સુધી જણાવી છે અને અહીં પણ તે ક્રમ આરાધનાનો ચાલુ છે. કષાય ઘટે તેટલું કલ્યાણ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી, મૈત્રીભાવ વધે અને ક્લેશનાં કારણો નિક્ળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઇબહેનોને વિનંતી છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy