SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૮) આનંદશ્રાવકને મહાવીર સ્વામી મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયો વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તોપણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછયું કે હે ભગવાન ! મારે સુખી થવું છે. એનો ઉપાય બતાવો. ભગવાને કહ્યું, ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડયું. એમ કરતાં-કરતાં તેમને એમ થયું કે મારે તો હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી, તે તપ વગેરે કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. પૈસા વધારે થાય તો કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કોના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તો તે મારે કોઈ કામમાં તો આવવાના નથી. (બો-૧, પૃ.૨૯, આંક ૬) || સંતોષ એ ઘણી ઉત્તમ વસ્તુ છે. સંતોષી માણસ સાચું બોલી શકે છે. સંતોષી માણસની મહત્તાનો પાર નથી. (બો-૧, પૃ.૧૧, આંક ૧૩) દાન | દાન છે, તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. દાન કરે તો પુણ્ય થાય છે. મુનિને દાન કરે – શાસ્ત્રદાન, ઔષધદાન, અભયદાન, આહારદાન – એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય, તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય, તેના ઘરમાં પછી આપવાનુંય ન રહે. ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી-મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ, તેને સમજાવવો એમ વિચારી, સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી, દાન કરવું જોઈએ.” એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેધ કરે છે; તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે ‘ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે ?' તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે “દુર્ભાગ્યનો ઉદય થશે તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા.' પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન કરવાનું છે; તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ, દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૫) D લોભ છોડવા માટે દાન કરવું છે. લોભ તે પાપનો બાપ છે. લોભથી જન્મમરણ કરવા પડે છે, માટે અન્ય કોઇના હિતનો વિચાર કરતાં પોતાની લોભ-પ્રકૃતિ મંદ કેમ પડે તેનો વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે. સંતોષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮) | દાન છે તે લોભ ઓછો કરવા, સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy