SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ વચનો ન બોલે, કાયાથી તેવી પ્રવૃત્તિ ન કરે. જેમ સિપાઇ ચોરને પકડે, તેમ મુનિ ઇન્દ્રિયોને વશ કરે છે. વિવેકથી ઇન્દ્રિયો જિતાય છે. ઇન્દ્રિયનું સુખ પુણ્યને આધીન છે. મોક્ષનું સુખ પરને આધીન નથી. (બો-૧, પૃ.૨૯૮, આંક ૫૩) I જિતેન્દ્રિય થવામાં પ્રથમ જિહ્નાઇન્દ્રિય ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. ગરિષ્ઠ પદાર્થોનું સેવન કરવું નહીં. આ શરીરરૂપી વૃક્ષનું મૂળ જિહ્વા છે. ઝાડનું મૂળ નીચે હોય છે અને ડાળી ઉપર હોય છે, પરંતુ આનું મૂળ તો ઉપર છે કે જ્યાંથી આખા શરીરને પોષણ મળે છે. આઠ કર્મોમાં મોહનીયકર્મ જીતવું કઠણ છે, પાંચ વ્રતોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ છે, ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ પાળવી કઠણ છે અને પાંચ ઇન્દ્રિયોમાં જિન્નાઇન્દ્રિય વશ કરવી કઠણ છે. (બો-૧, પૃ.૧૪) — ઇન્દ્રિય જીતવા સ્વાદના ત્યાગ તરફ વૃત્તિ રાખવી. બહુ ભાવતું હોય, તે અણભાવતું કરી લેવું. (બો-૩, પૃ.૧૨૦, આંક ૧૧૫) લોલુપતા જીવને નીચે લઇ જાય છે, તેથી અધોગતિ થાય છે. કુમારપાળ રાજાએ સાત વ્યસનનો ત્યાગ કરી, ગૃહસ્થનાં વ્રતો લીધેલાં. એક વખત તેને ઘેબર ખાતાં ‘માંસનો આવો સ્વાદ આવતો.' એમ વિચાર આવ્યો. તેથી હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે મને એવો વિચાર આવે છે, તો શું કરવું ? ગુરુએ કહ્યું કે આખી જિંદગી તારે ઘેબર ન ખાવું. તેના ભાવ ફેરવી નાખ્યા અને લોલુપતાથી છોડાવ્યો. (બો-૧, પૃ.૨૨૦, આંક ૧૦૮) આખા દિવસમાં આવતા વિચારોની એક નોંધ કરીએ તો આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જ હજી .ડૂબી રહ્યા છીએ અને જે ઇન્દ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે, તે ઇન્દ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇન્દ્રિયો, તે જન્મમરણ કરાવનારાં કર્મબંધ પાડવામાં આગેવાન છે. તેથી મહાપુરુષોએ તેમને વિષધર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરધણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ, તે કેમ બને ? જ્યાં સુધી ઇન્દ્રિયો વશ ન થાય, ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે. જે આહાર ભાણા વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો કચરો નાખી ખાડો પડેલો પૂરી દઇએ, તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવી – એ પહેલી જરૂર છે. રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લોલુપતા માટે આહાર નથી એમ જાણી, નીરસ-સાદો-ભૂખ મટાડે તેટલો જ આહાર લેવાની ટેવ પાડવાથી, તેની અસર બીજી ઇન્દ્રિયો ઉપર પણ થશે, બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરશે. ‘જેવો આહાર તેવો ઓડકાર.' અને ‘જેવા ભાવ તેવા વિચાર.’ ભોજન દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મક્ષય કા૨ણે, તેથી મોક્ષ સુખસાજ. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy