SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૭) આ બધી વાતો આપની સ્મૃતિમાં લેવા જણાવ્યું તેનું કારણ એ છે કે એ દવા સાચી છે. તેનો લાભ જેણે એક વખત પણ મેળવ્યો છે, તેણે તો તે દવા નિરંતર સેવ્યા જ કરવા યોગ્ય છેજી. તેને વિરોધી પ્રસંગોથી દૂર રહી, જેથી તે દવા ગુણ કરે તેવા પથ્ય સમાન અનુકૂળ સંજોગો મેળવી, સપુરુષનાં વચન છે તે જાણે પ્રત્યક્ષ પુરુષ આપણને એકાંતમાં બોલાવીને બોધ જ કરે છે એમ માની, તેનું સેવન વિશેષ-વિશેષ કર્યા કરવાથી, જરૂર વૈરાગ્યની વૃદ્ધિ થશે અને આ સંસાર એવો ભયંકર લાગશે કે બળી મરવું સારું પણ સંસાર વધારે એવું તો મારે કંઈ કરવું જ નથી. સ્વપ્નમાં પણ વિષયો સારા છે, મીઠા છે એવું ન ભાસે, તેવી દૃઢતા થતાં સુધી, સપુરુષનાં વચનોરૂપી ઔષધી રાતદિવસ સેવવા યોગ્ય છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે કોઈ બાઈ પોતાના નાના બાળકને ખીર પીરસી, કામ હોવાથી પાણી ભરવા જતાં, બાળકને લાકડી આપતી ગઈ અને કહ્યું કે કૂતરું આવે તો લાકડી મારજે. હા બાળકે કહી, એટલે તે ગઈ. કૂતરું તાકી રહ્યું હતું. તે એકલા બાળકને જોઇ, ઘરમાં અંદર આવી, બાળકની થાળીમાંથી ખીર ખાવા લાગ્યું. તે વખતે બાળક તો રડવા લાગ્યું : “મારી ખીર ખાઈ જાય છે રે.' તેમ વિષય-કષાય પજવે ત્યારે રડવું, તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી સંભારી, તેમાં બ્દયને જોડી દેવું એટલે વિષય-કૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા મંત્રસ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી, વિષયોની બળતરામાં પેસવાનો, તેને વખત નહીં મળે. કાં તો કામ, કે કાં તો સ્મરણ આદિ, એમ મનને નવરું ન રાખવું. (બી-૩, પૃ. ૨૭૬, આંક ૨૬૯) D જે અનુકૂળતાઓ કે દેહનાં સુખો નથી, તે દુઃખરૂપ લાગે છે અને તે મળી જાય તો સંસારને જ સુખરૂપ માને, એવા આ જીવના હજી ભાવો વર્તે છે; ત્યાં દયમાં બોધ રહેવો તથા છૂટવાની ઝૂરણા જાગવી, ક્યાંથી બને? ઈન્દ્રિય-વિષયોની વાસનાએ, આ જીવનું જેટલું ભૂંડું કર્યું છે તેટલું કોઇએ કર્યું નથી. અનંતકાળ, તેથી રઝળવું પડયું અને પોતે પોતાનો જ વેરી થયો, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટો પણ ઝેર જાણી, તે તરફ વૃત્તિ કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૭) || બહારની બાબતોમાં જીવ બહુ હોશિયારી વાપરે છે, પણ પોતાના દોષ જોઇ, દોષને ટાળવામાં તેને ટાઢ ચઢે છે. અનિત્ય, અશુચિ અને પર વસ્તુને પવિત્ર, પોતાની અને સદા રહેવાની છે એવી માન્યતા, અનાદિકાળથી તે કરતો આવ્યો છે; તેથી બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટ-અનિષ્ટપણું કરી તેના ગ્રહણ-ત્યાગમાં પ્રવર્તે છે; પણ પોતાને હિતકારી શું છે ? બંધનકારી શું છે ? એનો નિર્ણય જ્ઞાની પુરુષોએ કર્યો છે, તેનો વિચાર કરવાનો તે અવકાશ લેતો નથી કે તે કાર્ય તેને મહત્વનું લાગ્યું નથી, તેમાં રસ આવતો નથી; પણ જેને જ્ઞાનીઓએ નકામાં, બંધકારી, ક્ષણિક ગણ્યા છે, તેવા ઈન્દ્રિયોના વિષયોમાં જ ચિત્ત પરોવેલું રાખે છે, તેનો ત્રાસ કે ઉદ્વેગ, મૂંઝવણ તેને આવતી નથી; તો તે વિષયો દુઃખકારી સમજી તે માટે કષાય કરવા યોગ્ય નથી, તે તજવાનાં છે, તેને મૂળે મોક્ષ છે, એ જીવને કેમ પ્રતીતિમાં આવે ? આ વિચારશો. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૨). | ઘરમાં ચિત્ત રહે તો ઉદર કે ઘરોળું થઈ ત્યાં અવતાર લેવો પડે; ઘનમાં ચિત્ત રહે તો સાપ થવું પડે; ઘરેણામાં ચિત્ત રહે તો ધાતુની ખાણમાં ઉત્પન્ન થવું પડે; એમ જ્યાં જ્યાં વાસના-તૃષ્ણા રહે ત્યાં ભવ કરવા પડે છે. (બી-૩, પૃ.૭૧, આંક પ૯)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy