SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ થાય, ઊલટું તેના આશ્રિતમાં સારા ગુણો જોઈ પરમકૃપાળુદેવના માર્ગની પ્રભાવના થાય તો સારું, એ ભાવ રાખવો અને તે પરમપુરુષના યોગબળે સર્વે ઉત્તમ ગુણવાળા જણાય, તેમના જેવા ગુણો આપણામાં પ્રગટે તેવી ભાવના વધારવી; પણ અમુક મને બહુ ઉપકારી છે કે આ જ મને તારશે એ ભાવ સ્વપ્નમાં પણ ન આવે, તેવી સાવચેતી ભવિષ્યમાં પણ રહેવા આ ભલામણ નમ્રભાવે કરું છું, તે સ્મૃતિમાં રાખવા વિનંતી છેજી. આપણે બધા જે વહાણમાં બેઠા છીએ તે મજબૂત, પાર પહોંચાડે તેવું છે. તેનો વીમો પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ ઉતરાવેલો છે. હવે તે ફરી જહાજ મૂકી, કોઈ રંગેલું નાવડું જોઇ, તેમાં કૂદી ન પડવું. પરમકૃપાળુદેવને પરમ પ્રેમે ભજે અને તેમાં તેને નુકસાન જાય તેની જવાબદારી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લીધી છે, તેથી વિશેષ ખાતરી આપણે શી જોઇએ ? આપણાથી અધિક ગુણી હોય તેને અવલંબને આપણે વિશેષ ગુણ પ્રગટાવવા, સમાન ગુણી હોય તેના સંગે પણ જે ભૂમિકા છે તે ટકાવી રાખવી, પણ આપણાથી પણ ઊતરતા વૈરાગ્યભાવવાળો હોય તે દેખી આપણે મંદ ન બનવું; પણ તેને પણ આપણા ભક્તિભાવથી લાભ થાય તેમ આપણે પરમપુરુષને અવલંબને વર્તવું. સંપ રાખવાની, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકથી આવીને કરેલા બોધમાં, છેલ્લી શિખામણ છે. તે માનશે તે સુખી થશે અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવનાર કહેવાશે. (બી-૩, પૃ.૧૪૧, આંક ૧૪૨) 0 પ્રશ્ન : શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ ને જાગ્રત ક્યારે થશે? ઉત્તર : બીજેથી ઉઠાશે ત્યારે. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ – ઋષભ જિણંદશું પ્રીતડી.' તેમ જ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ પણ ઠેર-ઠેર એ જ બોધધારા વરસાવી છે, પણ આપણા જેવા દિશામૂઢ જીવોને હજી ચટકો ક્યાં લાગ્યો છે? જીવ પાસે મૂડી છે તે ધન-કુટુંબાદિમાં ઠેર-ઠેર પ્રેમ-પ્રીતિરૂપે વેરી નાખી છે, તેથી કૃપાળુ પરમાત્મા પ્રત્યે સ્નેહ જોઈએ તે ક્યાંથી લાવવો ? જ્યારે બીજે પરથી પ્રેમ-પ્રીતિ ઊઠશે ત્યારે જ પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગશે. (બો-૩, પૃ.૩૪૧, આંક ૩૪૩) મુમુક્ષુ : આટલું-આટલું સાંભળીએ છીએ, છતાં કેમ વિચાર આવતો નથી? પાછો સંસારમાં કેમ રાચે છે ? પૂજ્યશ્રી વિશ્વાસની ખામી છે. જો વિશ્વાસ હોય તો પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં.” (૧૦૮) તો અંતરમાં જ શોધે; પણ વિશ્વાસ નથી. પ્રેમ આવ્યા સિવાય વિશ્વાસ આવે નહીં. પ્રભુશ્રીજીએ આખી જિંદગી એ જ ઉપદેશ કર્યો છે કે ભક્તિ કરો, પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ લાવો. તમે શાસ્ત્રો ભણો એમ નથી કહ્યું. પ્રેમ આવે તો રુચિ જાગે અને પછી આજ્ઞા પણ આરાધાય. સાસ્ત્રાદિ સાધનો છે; પણ તેમાં અટકી રહેવાનું નથી. જ્યારે સત્સંગનો અભાવ હોય ત્યારે જીવની રુચિ તાજી રહે, તે માટે છે. ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બર્સે.” (બો-૧, પૃ.૪૯, આંક ૨૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy