SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ (૧) મિથ્યાત્વમોહનીય : “શરીર તે જ હું' એવી અનાદિ ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુખે દુઃખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા; સતદેવ, સદ્ગુરુ, સધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ આદિ રૂપ પોતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એવો અરૂપી આત્મા દેહથી ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય. (૨) મિશ્રમોહનીય જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તોપણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા, તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી, પણ સમકિત ન થવા દે તેવી છે. બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયામાં (પૃ.૭૦૯) છે: ““ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.” (૩) સમ્યકત્વમોહનીય : “આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે સમ્યકત્વમોહનીય, આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે સમ્યકત્વ.” (ઉપદેશછાયા પૃ.૭૦૯) (બી-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨) જેમ મહાપુરુષો મોક્ષે ગયા, તે રસ્તો આપણો નહીં, નાહવું-ધોવું વગેરે કરતા હોય તેને જ ધર્મ માને, તે મિથ્યાત્વમોહનીય. ખોટાને માને અને સાચાને પણ માને, તે મિશ્રમોહનીય. સાચી વસ્તુ માન્ય કરવા છતાં આત્મા આમ હશે કે આમ? અમુક તીર્થકર, અમુક પ્રતિમાને વિશેષ માનવા, એવા પ્રકારના ભાવો છે, તે સમ્યકત્વમોહનીયના ડ્રષ્ટાંત છે. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) | દર્શનમોહ અને ચારિત્રમોહ વિષે બે પ્રશ્નો પૂછયા, તે, બે શાસ્ત્રો લખીએ તોપણ પૂરા થાય તેમ નથી; પણ મહાપુરુષોએ એ સંબંધી જે વિચારો જણાવ્યા છે તે દિશા બતાવવા અહીં પ્રયત્ન કરું છું. “અપૂર્વ અવસરમાં પ્રથમની ત્રણ કડી દર્શનમોહ સંબંધી જણાવી અને પછી ચૌદમી કડી સુધી ચારિત્રમોહનો પરાજય કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સંબંધી, અતિશયયુક્ત અપૂર્વ વાણીમાં કાવ્ય પરમકૃપાળુદેવે રચ્યું છે, તે પરથી ટૂંકામાં અહીં તો રૂપરેખા જેવું કે લક્ષણ જેવું લખું છું : (૧) દર્શનમોહ દેખતભૂલી એ દર્શનમોહનું બીજું નામ છે. અનાદિકાળથી જીવ દેહાદિ જે પોતાના નહીં, તેને પોતાના માનતો આવે છે. જે અનાત્મ એટલે પોતારૂપ નથી, તેવા ભાવોને પોતારૂપ માને છે. પાટીદાર, વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ, રૂપાળો, કદરૂપો, ધનવંત, ધનહીન, વિદ્વાન, મૂર્ખ આદિ માન્યતામાં ગૂંચવાયો છે. તેથી પોતાના વિચારને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે, પરને અર્થે જાણે જીવે છે. વિષય-કષાય કંઈક મંદ પડે, વૈરાગ્ય થાય તો આ દર્શનમોહ સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. દર્શનમોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો, “સકળ જગત તે એઠવત્'' છતાં, પવિત્ર સુખકર ભોગયોગ્ય સમજાય છે. દવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે-ક્ષણે પ્રકાશરૂપ થઈ મેશરૂપ ધરી ચાલ્યો જતો હોવા છતાં, એની એ શગ, જેમ દેખનારને દેખાય છે, છતાં કોઈ પરમાણુ ત્યાં એનો એ નથી; તેમ દેહાદિ પદાર્થો ક્ષણે-ક્ષણે પલટાવા છતાં તેના ને લાગે છે અને હંમેશાં આવા ને આવા રહેશે, એમ અંતરમાં રહ્યા કરે છે. મરણનો ડર તો શું, પણ વિચાર પણ આવતો નથી, તેનું કારણ દર્શનમોહ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy