SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. ગાંધીજી લખે છે કે અહિંસાધર્મ જો શીખ્યો હોઉં તો રાયચંદભાઇ (પરમકૃપાળુદેવ) પાસેથી શીખ્યો છું. ગાંધીજીને જે બ્રહ્મચર્ય વગેરેના ભાવ થયેલા તે પરમકૃપાળુદેવને લઈને. પૂર્વની કેટલીક કમાણી હોય, તે જીવને સાંભરી આવે. (બો-૧, પૃ. ૨૯૩, આંક ૪૪) T ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ તરીકે નથી માન્યા. તેઓ કહેતા કે શ્રીમદ્ રાજચંદ્રજીએ મારા ઉપર અપાર ઉપકાર કર્યો છે, બહુ અસર થઇ છે; પણ અંતરથી ગુરુ તરીકે નહીં માનેલા. (બો-૧, પૃ.૫૦, આંક ૨૬) પરમકૃપાળુદેવે પૂંજાભાઈને કહ્યું કે તમારું તન, મન, ધન બધું મને અર્પણ કરી દો. પૂંજાભાઇએ બધું પરમકૃપાળુદેવને અર્પણ કર્યું. પછી ગાંધીજી મળ્યા ત્યારે લાગ્યું કે આ તો તીર્થકર જેવા છે, પણ પરમકૃપાળુદેવને બધું અર્પણ કરેલું તે યાદ આવ્યું, તેથી એમની પાસે જે ધન હતું, તે ગાંધીજીને આપીને “શ્રીમદ્ રાજચંદ્ર પુરાતત્ત્વમંદિર' નામે પુસ્તકાલયની વ્યવસ્થા કરાવી. કહેવાનું એ કે જો બરાબર અર્પણ ન કર્યું હોય તો જીવ બીજામાં જઈ ચઢે. અર્પણતા જેવી તેવી નથી. પુરુષ સિવાય બીજામાં વૃત્તિ છે, તે કપટ જ છે. (બો-૧, પૃ. ૨૮૫, આંક ૨૯). ID જવલબેન (પરમકૃપાળુદેવના પુત્રી) : પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને પ્રગટમાં કોણ લાવનાર છે ? પૂજ્યશ્રી : જે, પરમકૃપાળુદેવને ઇશ્વરતુલ્ય માની, તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીરસ્વામીનું દય શું હતું, તે જાણીએ છીએ; તેમ પરમકૃપાળુદેવનાં વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય, પણ પરમકૃપાળુદેવનું હ્મય શું હતું, તે જે જાણે, તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. (બો-૧, પૃ. ૨૧, આંક ૨૨) | | પ્રશ્ન : પરમકૃપાળુદેવ ક્યાં હશે? પૂજ્યશ્રી તેવી કલ્પનાઓ તથા વાતો ઉપર લક્ષ નહીં દેતાં એમ સમજવું કે તે તો પોતાનું કામ કરી ચાલ્યા ગયા, પણ આપણે હવે આપણું કામ તેમના આશ્રયે કરી લેવાનું છે. (બો-૧, પૃ.૨૧, આંક ૨૨) I પરમકૃપાળુદેવનું જીવન તો ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણાં ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક-એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. મહાપુરુષના જીવન સંબંધી જાણે તો જીવને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું ? એ લક્ષ રાખે તો કંઈ ને કંઈ શીખવા મળે. (બો-૧, પૃ.૩૧૫, આંક ૬૮) પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂચી હોય તો તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે, તેની આશાતના ન થાય તે સાચવતા , જ્ઞાનનું બહુમાનપણું સાચવવું, એ હિતકારી છે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૬).
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy