SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૮ પ્રમાદમાં વખત ન જાય અને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ મુખપાઠ કરાવ્યું હોય, તેમણે ખાસ બોલાવીને વાત કરી હોય તે વારંવાર વિચારી, યાદ લાવી તેનો અમલ કરવાનો લાગ આવ્યો છે; તે વ્યર્થ વહી ન જાય. અસંગ, અપ્રતિબંધ, ક્ષમા, ધીરજ, સહનશીલતા, જાગ્રત થા, જાગ્રત થા વગેરે શબ્દોના રણકારા વિશેષ વિચાર પ્રેરે અને જીવને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવી ઉન્નતિ પ્રેરે તેમ હવે તો થવું જોઈએ. નાનાં છોકરાં વખત જતાં ચાલતાં, બોલતાં, ભણતાં શીખીને વ્યવહારકુશળ બને છે; તો મુમુક્ષુજીવે હવે પુરુષાર્થ કરી, વિશેષ વીર્ય ફોરવી અતીન્દ્રિય સુખ, જ્ઞાન, શાંતિ પ્રાપ્ત કરવા ભાવના કર્તવ્ય છે. તેવા પુરુષાર્થ વિના સપુરુષનું સાચું ઓળખાણ થવું દોહ્યલું છે. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૭) | જેમ જેમ જ્ઞાની પુરુષનું જીવને ઓળખાણ થતું જાય છે, તેમ તેમ આત્મા તે રૂપે થતો જાય છે. પાણીના નળની માફક, એક પાઇપને બીજી પાઇપનું જોડાણ થાય અને પાણી એક પાઈપમાંથી બીજી પાઇપમાં જવા લાગે તેમ આત્માનો પ્રવાહ તે રૂપે થવા માંડે છે. ફકત જોડાણ થવાની જરૂર છે. (બો-૧, પૃ.૧૯) D જગત પાંચ ઇન્દ્રિયોના વિષયને ઇચ્છે છે, પણ જ્ઞાની તેથી ઉદાસ, નિસ્પૃહ રહે છે. એમને કંઈ ઇચ્છા નથી. એ પોતાનું ભૂલતા નથી. ગમે તેવાં આકર્ષણ હોય તોપણ પોતે પોતારૂપે જ રહે છે. આખું જગત ગમે તેમ વર્તતું હોય, પણ જેણે આત્મા જાણ્યો છે, તે આત્મામાં સ્થિર રહી જગતને દેખે છે. જગત પુદ્ગલને દેખે છે. જ્ઞાનીપુરુષ બધાં આકર્ષણોથી દૂર થયા છે, તેઓ પોતાને દેખે છે. બીજા જીવો દેખતા છતાં પોતાને દેખતા નથી. જ્ઞાની પોતાને સાચવે છે, એ એમની બલિહારી છે. (બો-૧, પૃ.૩૨૬, આંક ૭૫) “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.'' જ્ઞાનીની વાણીનું લક્ષણ પૂર્વાપર અવિરોધ હોય છે. એ સમજાવવું, વિવેચન કરવું મુશ્કેલ છે, પણ શબ્દાર્થ, પત્રાંક ૬૭૯માં વાંચવાથી એવો સમજાય છે કે જ્ઞાનીની વાણી આત્માર્થે, આત્મા જાણ્યાપૂર્વક હોય છે તેથી આત્મા પોષાય, જાગ્રત થાય, વૈરાગ્ય તથા પુરુષાર્થમાં પ્રેરાય તેવાં વચનો હોય છે. ગમે તે પ્રકારનાં વચનો પણ એ જ પરમાર્થને પ્રેરનારાં હોય છે. તેને હાનિ કરે તેવાં વચન જ્ઞાનીનાં હોતાં નથી. અજ્ઞાનીને આત્મા તરફ લક્ષ થયેલો હોતો નથી, તેથી એક વખત શૂરવીરતાનાં વચન પુરુષાર્થપ્રેરક હોય અને બીજે પ્રસંગે કાયરતા ઘર કરે તેવાં હોય, પણ સતત આત્મવિચારણા વધારનારાં કે આત્મહિતને પોષક એકધારાં હોતાં નથી. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૪૪) I એક વખત પ્રભુશ્રીજી ભક્તિ કરતા હતા; તે વખતે સ્તવન બોલાતું હતું, તે બંધ રખાવી પૂછયું કે જ્ઞાનીપુરુષ ભક્તિ કરે કે નહીં? પછી પોતે જ કહ્યું કે અશુભમાં વૃત્તિ જતી હોય તે અટકાવવા માટે ઉલ્લાસપૂર્વક કરે છે, કેમકે અશુભભાવ ખરાબ છે. શુભભાવથી થોડામાં પતી જાય છે. શુભભાવથી વૈરાગ્ય વધે છે. શુભભાવમાં સુધા આદિની પણ ખબર ન પડે. વૈરાગી દય હોય છે ત્યારે સુધા આદિ ઓછાં લાગે છે. (બો-૧, પૃ.૧૫૫, આંક ૨૭). 1 જ્ઞાન ન થાય ત્યાં સુધી જાગ્રત રહેવું. ચેતવાનું છે. જ્યાં સુધી જ્ઞાનીપુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું, એમ માનવું નહીં. મારે જાણવું છે, એમ રાખવું. પોતાને જ્ઞાની માની લે તો
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy