SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિય સાથે મન જોડાય છે, તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિને, જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ, ખેંચી જાય છે. માટે હે મહાબાહો (મુમુક્ષુ) ! જેની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયોથી રોકાયેલી છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે (આત્મ-અજ્ઞાન) તેમાં સંયમી પુરુષ જાગે છે, જ્યાં જગત-જીવો પ્રમાદ કરે છે એવા પરમાર્થમાં જ્ઞાની જાગ્રત છે) અને જેમાં (અજ્ઞાનરૂપ રાત્રિ = વ્યવહારમાં) અજ્ઞાની પ્રાણીઓ જાગે છે તે (વ્યવહારરૂપ રાત્રિ) આત્મદર્શી મુનિની રાત્રિ છે. (વાર્ત વ્યવહારેડસ્મિન સુપુતાશ્વાત્મા = જે વ્યવહારમાં જાગે છે – ઉપયોગવંત છે તે પરમાર્થમાં ઊંધે છે - ઉપયોગરહિત છે.) જેમ સર્વ તરફથી ભરાતા, અચળ મર્યાદાવાળા સમુદ્રમાં પાણી પ્રવેશ કરે છે, તેમ સર્વ વિષયો જે મનુષ્યમાં (જેના આત્મામાં) પ્રવેશ કરે છે (વિલીન થાય છે, સમાઈ જાય છે, મરી જાય છે, નિર્જરી જાય છે) તે શાંતિને પામે છે; પરંતુ વિષયોને ઈચ્છનારો શાંત થતો નથી. જે મનુષ્ય સર્વ કામનાઓને તજીને નિઃસ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઇને વિચરે છે, તે શાંતિને પામે છે. તે પાર્થ (અર્જુન) ! આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને (મનુષ્ય) મોહ પામતો નથી; અને અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે (સ્થિતપ્રજ્ઞ) બ્રહ્મ-નિર્વાણને પામે છે.” (બી-૩, પૃ.૨૨૫, આંક ૨૨૨) જ્ઞાની || પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની ન માનવા, પણ સંતે આપણને પરમકૃપાળુદેવનું ઉત્તમ શરણું આપ્યું છે, તેમાં સર્વ જ્ઞાની આવી જાય છે. માટે મારે પરમકૃપાળુદેવે જાણેલો આત્મા જ માન્ય છે. તે સિવાય કંઈ મારે જોઈતું નથી, એથી વહાલું મારે બીજું કોઈ નથી એ ભાવ દ્રઢ કરવો. (બો-૩, પૃ.૬૧૫, આંક ૭૧૨) D અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચઢાવી મૂળમાર્ગથી દૂર રાખે છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત દૃઢતાથી કહ્યું છે કે પરમકૃપાળુદેવની આજ્ઞા, સંતના કહેવાથી જે માન્ય કરશે તેનું અવશ્ય કલ્યાણ થશે. આમ સાચો હીરો પરખીને તેમણે આપણને આપ્યો તો હવે બીજા સંબંધી કલ્પના કરવાની પંચાતમાં પડવાની આપણે શી જરૂર છે? પરમકૃપાળુદેવ જ્ઞાની છે અને જ્ઞાનીના આરાધનથી જ્ઞાન થાય છે એટલો લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી.' એ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તેમ, હવે તો વૈરાગ્ય-ઉપશમરૂપ યોગ્યતા મેળવવા મંડી પડવું યોગ્ય છે. આપણી મતિથી માની લેવા કરતાં જ્ઞાનીએ જાણ્યું હોય તે સત્ય છે, એ ભાવ ઉપર રહેવા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો ઘણો બોધ થતો તે લક્ષમાં રાખી, ગમે ત્યાં બાઝી પડવાની ટેવ દૂર કરી પરમકૃપાળુદેવને ઉપાસવા. આ વારંવાર વિચારી એક પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ કરવાની વિનંતી આત્મહિતકારી છે, તે લક્ષમાં લેવાથી લાભ થશેજી. (બો-૩, પૃ.૧૧૭, આંક ૧૧૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy