SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૩ વિતરાગભગવાન જેને રાગ, દ્વેષ અને અજ્ઞાનનો નાશ થયો છે, તે વીતરાગ છે. શુદ્ધ આત્મા હોય ત્યાં વીતરાગપણું છે. આત્મા મૂળ સ્વરૂપે સર્વ સરખા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેવટના ઉપસંહારમાં કહ્યું છે : સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.' “વીતરાગ શબ્દ સાંભળતાં કે વાંચતાં આપણી દ્રષ્ટિ ક્યાં જવી ઘટે ?' એમ તમારો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવનાં વચને આપણને જગાડયા છે, તેમનો વચન દ્વારા પરિચય કે માહાભ્ય, આપણને સ્ક્રયગત થાય, તેવું બીજાં નામો દ્વારા થવું મુશ્કેલ છે. બાકી “જીવનકળામાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને છેવટે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે, છપાયું છે કે વીતરાગમાં અને અમારામાં ભેદ ગણશો નહીં. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૭) D પ્રશ્ન : ઉદાસીનતા અને વીતરાગતા એક જ કે ફેર છે? ઉત્તર : તે શબ્દ વાપરનારના અભિપ્રાય ઉપર મુખ્ય આધાર છે. જ્યાં જે અર્થમાં વપરાયો હોય, ત્યાં તે અર્થમાં સમજવો ઘટે છેજી. સરખી દિશાના બંને શબ્દો છે, છતાં શબ્દ જુદા હોવાથી અર્થ પણ જુદો થાય છે. સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા.” “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આમ બંને વાક્યોમાં કંઇક અર્થફેર સમજાય છે. ઉદાસીનતાને, આત્મભાવ પ્રગટવાનું કારણ બીજા વાક્યમાં કહ્યું છે, “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” એટલે સમ્યક્દર્શનમાં પણ વૈરાગ્યની પેઠે ઉદાસીનતા (સમતા) હોય છે. મિથ્યા સમતાને નામે, તેને કોઈ અપેક્ષાએ સમ્યક્દર્શન થવામાં વિજ્ઞભૂત પણ કહી છે. યથાર્થ ઉદાસીનતા (સમતા) સમ્યફદર્શન થયે ગણવા યોગ્ય છે, અને સમ્યક્દર્શનનું સ્વરૂપ પણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગ દૂર થયેલી દશા; કાં તો અનંતાનુબંધી સંબંધી રાગ કે સંપૂર્ણ રાગ દૂર થયે પ્રગટેલી દશા વીતરાગતા કહેવાય છે. વીતરાગતા હોય ત્યાં રાગ ન હોય, રાગનાં કારણો દૂર કર્યા હોય. ઉદાસીનતામાં રાગ આદિનાં કારણો હોવા છતાં, સપુરુષના બોધે કે પોતાની પ્રગટ થયેલી દશાએ રાગ-દ્વેષમાં તણાઈ ન જવાય, તેવી દશા સમજવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે ઉદાસીનતાનો અર્થ સમતા સમજાવેલો છે અને સમ્યક્દર્શનને વીતરાગતા પણ વર્ણવેલ છે). તે અપેક્ષા સમજાયું હિત છે). (બી-૩, પૃ.૫૬૭, આંક ૬૩૮) || પ્રશ્ન પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તો નહીં જ ને? ઉત્તરઃ પૂર્ણ વીતરાગતા મોહનીયકર્મના ક્ષયે પ્રગટે છે અને પછી અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞતા પ્રગટે છે; એટલે પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞપણાની સમીપની જ દશા છે. તેથી પૂર્ણ વીતરાગ, સર્વજ્ઞ અલ્પ સમયમાં થયા વિના રહે નહીં, તેને સર્વજ્ઞ કહો તો ખોટું નથી. (બી-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) “વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય.' (બી-૩, પૃ.૩૧, આંક ૭૪૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy