SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૮) કરીને, તપ કરીને પાછું અભિમાન કરે કે મેં તપ કર્યું, હું તપસ્વી છું તો ખોટું છે અને ધર્મ ન કરે તોય ખોટું છે. (બો-૧, પૃ.૧૮૬, આંક ૫૯) ID પૂર્વે જીવે જે કંઈ કર્યું છે, ધર્મ કર્યો છે, તેના ફળરૂપે ખાવા-પીવાનું, બધું મળ્યું છે. કેટલું પુણ્ય ચઢયું ત્યારે મનુષ્યભવ મળ્યો ! વિશેષ-વિશેષ પુણ્યના ઉદયથી સત્પષનો યોગ મળ્યો. આંબો વાવ્યો હોય, કેરીઓ આવી હોય તે બધી એકદમ ઉતારી લઉં એમ કરી, થડસહિત કાપી નાખે તો કંઈ પાછો આંબો ઊગે કે કેરીઓ આવે? તેમ પૂર્વે કંઈક કર્યું છે, તેથી આ ભવમાં બધું મળ્યું; પણ આ ભવમાં ધર્મ ન કરે અને મોજશોખમાં ખોટી થાય તો બીજા ભવમાં શું થશે? બીજું બધું તો અહીં જ પડ્યું રહેવાનું છે. હમણાં દેહ છૂટી જાય તો શું સાથે આવે ? સાથે આવે એવું કંઈક કરવાનું છે. (બો-૧, પૃ. ૨૭૦, આંક ૭) I જ્ઞાની પુરુષોએ પોકારી-પોકારીને કહ્યું છે કે ધર્મથી વિમુખ રહ્યાનું ફળ અત્યારે દુ:ખ, વિયોગ કે ગરીબાઇરૂપે જીવ ભોગવે છે અને તે ભોગવતાં જો કોઈ સત્પરુષનો સમાગમ, તેનો બોધ કે મંત્ર સંભારી શુભભાવમાં મન આવશે તો આવાં દુઃખ ફરી નહીં ભોગવવા પડે; નહીં તો અનાદિના સંસારભાવમાં ને ભાવમાં મન ભટક્યા કરશે. શોક-હર્ષ નહીં ભૂલે તો-તો આવા ને આવાં કર્મોને આમંત્રણ આપણે આપીએ છીએ, એમ અવશ્ય માનવું. નહીં ગમતાં એવાં દુઃખ ભવિષ્યમાં પણ ભોગવવાં પડશે, માટે ચેતીને ધર્મનો સુખકારક માર્ગ દયમાં રાખીશું તો સદ્ગુરુશરણે સર્વ સારાં વાનાં થશે. (બી-૩, પૃ.૧૪૬, આંક ૧૪૬) જૈન D જૈન એટલે રાગ-દ્વેષને જેણે આત્મભાવનાએ જીત્યા, ક્ષય કર્યા અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું, તે જિનભગવંતે પ્રકાશેલો માર્ગ કે તે માર્ગે ચાલે, તે જૈન કહેવાય છે. આત્મભાવનાએ એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) પરમકૃપાળુદેવે કહેલું છે કે જૈન (દર્શન) રેલની સડક સમાન છે અને વેદાંત તે સાથે કાચી સડક, મોટરના રસ્તા જેવો માર્ગ છે. બીજા ઉપરથી પહેલા ઉપર આવી શકતાં વાર લાગે તેમ નથી. મતમતાંતરના ઝઘડામાં વૃત્તિ જતી અટકાવી, આત્માર્થનો લક્ષ રાખવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૬૨, આંક ૯૬૩) तत्प D તત્ત્વ એટલે પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ. ભગવાનનાં વચનો વડે રૂપી-અરૂપી પદાર્થો જણાય છે. બધા આગમોનો લક્ષ જીવને મોક્ષ થવા માટે શું કરવું, તે કહેવાનો છે. મુનિએ આગમરૂપી આંખોથી આખા જગતને જાણે છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે, તેને છ દ્રવ્ય અને નવ તત્ત્વમાં કહ્યું છે. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૬) I અનંતકાળથી જીવ જન્મમરણ કર્યા કરે છે, પરંતુ શુભ સંયોગો પામીને સત્સંગયોગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું, તેમાં હું કોને કહું છું?' તેનો વિચાર ઉદ્ભવતાં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy