SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) D ગૃહસ્થાશ્રમમાં ધર્મ છે, તે હસ્તિનાનવત્ છે. થોડોક ધર્મ કરે અને પાછો બીજા કામોમાં ભળી જાય છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે નિવૃત્તિનો ઉપાય કરવો. જીવને ધર્મ પામવા માટે કંઈ ને કંઈ નિમિત્તની જરૂર છે. જેમ વાડ વગર વેલો ઊંચો ચઢે નહીં, તેમ નિમિત્ત વગર ધર્મ પમાય નહીં. (બો-૧, પૃ.૩૪૬, આંક ૩૨) ધર્મ ત્રણ પ્રકારે થાય છે: (૧) આપણાથી બને તેટલું કરવું, (૨) બીજા પાસે કરાવવું, (૩) આ ધર્મ કરે છે, તે સારું કરે છે, એમ માનવું, એવી ભાવના કરવી. સારાને સારું જાણે, તે સત્યને સ્વીકાર્યું કહેવાય. કોઈને ધર્મ કરતાં વિગ્ન કરે તો પોતાને અંતરાયકર્મ બંધાય. સરળભાવથી ધર્મ કરવાનો છે. (બો-૧, પૃ.૧૨૬, આંક ૪૨) | ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે : (૧) દશલક્ષણ ધર્મ, (૨) અહિંસા ધર્મ, (૩) વસ્તુ-સ્વભાવ ધર્મ અને (૪) રત્નત્રયરૂપ ધર્મ. (બો-૧, પૃ.૧૦૩, આંક ૧૯) 1 એક પણ શબ્દ, જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં ઘર્મશ્રદ્ધા વિષે કહે છે: “ધર્મશ્રદ્ધાથી જીવ પોતાને ગમતા વિષય-સુખોથી વિરક્ત થાય છે અને ગૃહસ્થધર્મ તજી સાધુપણું સ્વીકારે છે - સાધક બને છે. એ રીતે છેદન, ભેદન, સંયોગ, વિયોગ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો અંત લાવી અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.'' આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે, તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંતઃકરણે એક પણ પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ. ૨૦૭, આંક ૨૦૫) D બે માસ વધારે બ્રહ્મચર્યવ્રત પાળવા વિચાર રહેતો હોય તો આપના પિતાની સંમતિ લઈ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવવ્રત લઈ લેવા ભલામણ છેજી. સર્વને અનુકૂળ રહી, તેમને રાજી રાખી ધર્મ આરાધવાથી સ્વપરહિતનું કારણ જાણી, આપના પિતાને કાને વાત નાખવાનું જણાવ્યું છે, કારણ કે તે ધર્મ કરવામાં વિઘ્ન કરે તેવા નથી. પોતાને ધર્મનું આરાધન કરવું હોય તો કોઈ ખાળે તેમ જગતમાં નથી; પણ જે કાર્ય કરીએ તેમાં બીજાની સંમતિ હોય તો તે વિશેષ સારું બને છે. (બી-૩, પૃ.૨૪૭, આંક ૨૪૦) D આ હૂંડાવસર્પિણી કાળ છે, તેથી ધર્મમાં ઘણાં વિઘ્નો આવે છે. મૂળ વસ્તુ પર લક્ષ જાય, તેને કશો ઝઘડો નથી. જોવા જેવો તો એક આત્મા છે. પારકી પંચાતમાં પડે તો પાર ન આવે. (બો-૧, પૃ.૧૩૭, આંક ૧૨) I અભ્યાસ મૂકી દેવાની ઉતાવળ કરને યોગ્ય નથી. હાલ જે શીખો છો તેથી વિચારશક્તિ ખીલવાનું કારણ છે, અને વિચાર કર્યા વિના કોઈ રીતે ધર્મનું આરાધન થતું નથી; અને આજીવિકા જેટલું કમાઈ શકતો ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તો નહીં ઘરનો, નહીં ઘાટનો એવા ધોબીના કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી યોગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે-સાથે ધર્મપ્રેમ પણ વધારતા રહેવું. ધર્મને મૂકીને કોઈ કાર્ય કરવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૩)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy