SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૦ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં મુખ્ય કર્તવ્ય તો એક આત્માની ઓળખાણ કરી લેવાની છે. તેનો પોતાની કલ્પનાથી નિર્ણય થાય એમ ન હોવાથી, સ્વછંદ રોકી, સદ્ગુરુની ઉપાસના તથા બોધનું શ્રવણ થાય તો યોગ્યતા વધતાં યથાર્થ સમજાવા યોગ્ય છે. તેથી જીવને પુરુષના સત્સંગ અને બોધની જોગવાઇ મળે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવ બીજી બધી સામગ્રી અનંતવાર પામ્યો છે, પરંતુ એક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ. તેથી આ પરિભ્રમણ ટળ્યું નહીં. જો આ ભવમાં એક સમકિત પ્રાપ્ત થાય તો જીવ નિર્ભય, નિઃશંક થાય. (બી-૩, પૃ.૮૮, આંક ૭૭) અનંત ગુણના બીજ સમ, સમ્યક્દર્શન સાર; વારંવાર વિચારીને, સ્ક્રય વિષે દૃઢ ધાર. (બી-૩, પૃ.૩૫ર, આંક ૩૫૪) સમ્યકત્વનાં આઠ અંગ વારંવાર વિચારી, તે ભાવનાએ વર્તવા યોગ્ય છે. તે આઠ અંગ નીચે પ્રમાણે છે : (૧) નિઃ શકિતપણું હિંસામાં ધર્મ હશે કે અહિંસામાં? ક્ષણિકવાદ સાચો હશે કે નિત્યવાદ? ઈત્યાદિ શંકાઓ તજી, સ્યાદ્વાદ અને સર્વજ્ઞ વીતરાગ વિષે નિઃશંકપણું, તે પ્રથમ અંગ છે. (૨) નિષ્કાંક્ષિતપણું : આ લોક-પરલોકમાં ઇન્દ્રિયનાં સુખરૂપ ફળની ઇચ્છા વિના ધર્મનું આરાધન કરવું; નિયાણું, તૃષ્ણા, આશા, વાસના ન રાખવી, તે નિષ્કાંક્ષિત અંગ છે. નિઃસ્પૃહા, નિર્મોહીપણું, એ ટૂંકામાં બીજું અંગ છે. (૩) નિર્વિચિકિત્સા : રોગી, વૃદ્ધ આદિ ધર્મમૂર્તિરૂપ સપુરુષની સેવા કરે પણ ગ્લાનિ, સૂગ, દુર્ગાછા ન આણે; નગ્નપણું, મલિનપણું આદિ ધર્માત્માનાં અંગના ધર્મસૂચક લક્ષણોને દૂષણરૂપ ન ગણવાં, પણ પોતાના દોષ પ્રત્યે અણગમો રાખી, તે દોષો દૂર કરે, તે નિર્વિચિકિત્સા નામે ત્રીજો ગુણ છે. (૪) અમૂઢદ્રષ્ટિ : રેવતી શ્રાવિકાની પેઠે કુદેવ, કુગુરુ આદિ ઈન્દ્રજાલિયા ચમત્કાર કરનારથી ઠગાય નહીં, ભ્રાંતિમાં ન પડે, હિંસામાં ધર્મ ન માને, લૌકિક ધર્મ - યાત્રા, ક્રિયા આદિમાં ગાડરિયા પ્રવાહે ન જોડાય, શીતળા, પીંપળા, દરિયા આદિ ન પૂજે. લૌકિક પર્વ, ઉત્સવોમાં ધર્મ ન માને, રાગ-દ્વેષ-અજ્ઞાનથી રહિત તે દેવ, હિસારહિત સર્વજ્ઞ ભગવાને બોધેલો તે ધર્મ અને નિગ્રંથ જ્ઞાની ગુરુની માન્યતા રાખવી, તે અમૂઢવૃષ્ટિ નામે ચોથું અંગ છે. (૫) ઉપગૂહન: પોતાના ગુણની પ્રશંસા ન કરે, પણ સદ્ગુણ પ્રાપ્ત કર્યા કરે; પરના દોષ ઢાંકે; પોતાને દોષ લાગ્યા હોય તેનું સદ્ગુરુ સમક્ષ આલોચનાહિત પ્રાયશ્ચિત લે; પોતાની નિંદા કરે અને પરની નિંદા તજે; સદ્ગના ગુણ ગાય; તે ઉપગૂહન નામનું પાંચમું અંગ છે. (૬) સ્થિતિકરણ : ધર્મમાંથી ચળી જતાં, ડગતાને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ, આહાર, ધન, સેવા, દવા વગેરેથી સંકટમાં સહાય કરે. ધર્મત્યાગ કરાવનારાં નિમિત્ત કારણો દૂર કરે. પોતે ધર્મથી ડગે નહીં. સ્થિરતા ગુણ, ધૈર્ય, સહનશીલતા, ખમી ખૂંદવું, વિકલ્પોમાં ન તણાવું, તે સ્થિતિકરણ નામે છઠું અંગ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy