SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૮, મોહી જીવોને જેમ દીકરો ન હોય ત્યારે મારે બધું છે, પણ એક દીકરો નથી એમ રહ્યાથી, બીજાં સુખ સુખરૂપ લાગતાં નથી, તેમ મુમુક્ષુને સમ્યક્દર્શન માટે રહ્યા કરે તો તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે. તેવા કોઇને દીકરો થાય તો અતિ હર્ષ થાય છે અને બીજાં દુઃખો આવી પડે, દીકરો પરદેશ ગયો હોય તો પણ મારે દીકરો છે એવી માન્યતાથી, પોતાને સુખી ગણે છે; તેમ સદ્ગુરુનો યોગ જેને થયો છે, તેણે સસાધન આપેલું જે આરાધે છે, તેને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ એમ રહ્યા કરે કે મને તરવાનું સાધન તો મળ્યું છે, ભલે અત્યારે મારાથી ઝાઝું બનતું નથી પણ અવસર આવ્યે રાતદિવસ તેની આજ્ઞામાં જ રહેવાય તેમ કરવું છે. એ સત્સાધન પ્રત્યે જેને અપૂર્વ ભાવ આવે છે, તેને બીજાં દુઃખો કંઈ ગણતરીમાં હોતાં નથી. જે આવી-આવીને નાશ જરૂર પામવાનાં છે, તેની ફિકર કોણ કરે ? સર્વ અવસ્થામાં રહેનાર આત્મા પ્રત્યે વળવાનો ઉપાય, સદ્ગુરુની કૃપાથી મળેલું સ્મરણ છે. તેમાં ચિત્તવૃત્તિ વિશેષ રાખવાથી શાંતિનું કારણ થશે. (બી-૩, પૃ. ૨૪૮, આંક ૨૪૨) T સમ્યક્દર્શન થયા પછી નરક કે તિર્યંચગતિ બંધાય જ નહીં. પહેલાં બાંધેલી હોય તો તે ગતિમાં જવું પડે. અજ્ઞાનદશામાં આયુષ્યગતિનો બંધ થાય, તે જ્ઞાનદશામાં હલકો થઈ જાય, તદ્દન છૂટી ન જાય. ગતિની પંચાતમાં પડવા જેવું નથી. એ તો જેવી બાંધી હશે તે આવશે, પણ આ મનુષ્યભવમાં જો સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ, તો પછી મોક્ષ બહુ દૂર નથી. માટે સમ્યફદર્શન અર્થે સર્વ, બનતો પુરુષાર્થ કર્તવ્ય છે. દર્શનમોહ ગયે સમ્યક્દર્શન થાય છે, અને સત્પષના બોધ વિના દર્શનમોહ ટળે તેમ નથી. ‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.' માટે સત્સંગ, સપુરુષના બોધને અર્થે ગમે તેટલી મુશ્કેલીઓ વેઠવી પડે તે વેઠીને પણ, આત્મહિત આ ભવમાં જરૂર કરી લેવું ઘટે છેજી. (બી-૩, પૃ.૧૯૪, આંક ૧૯૫) D ખેતરમાં ખાતરની પેઠે વૈરાગ્યનું બળ જીવમાં હશે તેટલી પરમકૃપાળુદેવની આજ્ઞા જીવ આરાધી શકશે. પરમકૃપાળુદેવ જેવો મારા ઉપર ઉપકાર કરનાર, આ ભવમાં કોઈ નથી એવો લક્ષ રહેશે તો તે મહાપુરુષના ઉત્તમ-ઉત્તમ ગુણો તેમના પત્રો વગેરેથી વાંચતાં, તે પરમપુરુષની દશા વિશેષ-વિશેષ સમજાશે અને તે પુરુષનું ઓળખાણ થયે, અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઈ, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છેજી. આવો મહદ્ લાભ, આ કાળમાં, આ ભવમાં આપણને પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સંસારના સર્વ પદાર્થો કરતાં પરમકૃપાળુદેવ, તેમનાં વચનો અને તે દ્વારા સમજી શકાય તેવી, તેમની આત્મદશા પ્રત્યે સર્વોત્તમ પ્રેમ પ્રગટે, તેમ કર્તવ્ય છેજી. આ બધા માટે વૈરાગ્યની જરૂર છેજી. જગતના પદાર્થોમાં પ્રેમ છે તે ઉઠાવી, પરમકૃપાળુદેવ પ્રત્યે ઢોળ્યા વિના, આ સંસારસાગર તરી શકાય તેમ નથી. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.'
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy