SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) માનવો છે, એટલો દ્રઢ નિર્ણય કરી, પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચશો, વિચારશો તો શ્રદ્ધા બળવાન થતાં સર્વ સંશય દૂર થઈ, નિઃશંક તે જ સત્ય છે, એમ આત્મા સાક્ષી પૂરશે. પોતાની ખામી છે તે દૂર કરવી પડશે અને સત્સંગના આશ્રયની જરૂર છે. તે પણ પ્રાપ્ત થાય તેમ ભાવના રાખી, પુરુષાર્થ વધાર્યા જવાથી સૌ સારાં વાનાં બની રહેશેજી. (બો-૩, પૃ.૨૮૪, આંક ર૭૪) D પ્રથમ તો જીવને કંઈ ભાન હોતું નથી, પરંતુ પુરુષની આજ્ઞા જીવને જે મુજબ મળી હોય, તેના ઉપર દ્રઢ વિશ્વાસ રાખી, આરાધન કર્યા કરવું. ચિત્રપટમાં ધ્યાન રાખવું, માળા ગણવામાં ચિત્ત રાખવું, સપુરુષના શબ્દો તથા વચનોમાં મનને પરોવવું. આવા અનુક્રમથી પુરુષાર્થ કરતાં જીવનું આગળ વધવું થાય છે, સપુરુષનાં વચનોનું પરિણમન થઈ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. કમપૂર્વક જે કામ થાય, તેનું ફળ આવ્યા સિવાય રહે નહીં. જેમ કે, ચિત્રપટમાં ધ્યાન રાખવું, તે ઝાડના મૂળને પોષણ આપવા બરાબર છે; પછી વચનોમાં ચિત્ત જાય, તે છોડ મોટો થવા બરાબર છે; તેમાં વિશેષ પ્રકારે તલ્લીનતા આવતી જાય, તે ફૂલ થવા બરાબર છે અને પરિણમન થઈ આત્મપ્રાપ્તિ થાય, તે ફળ ખાવા બરાબર છે. સપુરુષોનો ઉપદેશ એક જ વાત સમજાવવા માટે જુદા-જુદા પ્રકારે હોય છે. જીવને યોગ્યતા આવે, તેમ તેમ તે સમજાતું જાય છે. જે જીવો પુરુષાર્થી છે અને આગળ વધવાના ક્રમમાં હોય છે, તેમને દરરોજ કંઈ ને કંઈ નવું જ માલૂમ પડે છે. આત્મા બધું જાણી શકે છે, તે પોતાની વાત કેમ ન જાણે? વૃત્તિઓ જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ પોતાને વિશેષ પ્રકારે સમજાતું જાય છે. આત્મજ્ઞાન થતાં અગાઉ જીવને ઘણી ભૂમિકાઓ પસાર કરવાની હોય છે. જેમ જેમ જીવ ઊંચી ભૂમિકાએ આવતો જાય છે, તેમ તેમ તેને આનંદ આવે છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧) “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (૩૫૮) દેહાદિ પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની કહે છે, તે સ્વીકારે, તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે, એવું એ બે લીટીમાં જ્ઞાનીને કહેવું હોય તેમ ભાસે છેજી. જગત જેને સુખ માને છે અને જગત જેને દુઃખ માને છે, તે જ માન્યતા જેની રહી હોય, તે જ્ઞાનીનો આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીનો આશ્રિત અને સમ્યક્દર્શનનો અધિકારી છેજી. તે વારંવાર વિચારવા યોગ્ય છે). (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯) ‘પંથ પરમપદ બોળો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે સર્વજ્ઞ ભગવાને જડ-ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય, તેને ભગવાને સમ્યફદર્શન કહ્યું છે. મૂળમાર્ગ'માં પણ તે જ વાત, બીજારૂપે કહી છે કે સદગુરુના ઉપદેશથી દેહ અને આત્મા ભિન્ન છે એમ જે જ્ઞાનથી જણાય છે વા જ્ઞાનલક્ષણથી જેનું સ્વરૂપ જણાય છે, તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી, તે સમ્યક્દર્શન કે સમકિત છે, એમ ભગવાને કહ્યું છે. (બી-૩, પૃ.૨૧૩, આંક ૨ ૧૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy