SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૧) (૪) પ્રાયોગ્ય લબ્ધિ: પૂર્વે બાંધેલાં કર્મોની સ્થિતિ ટૂંકી કરી, કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવાં બંધાતાં કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે, અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. (૫) કરણ લબ્ધિ : અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવ કે એક વાર સમકિત થયા પછી પાછો મિથ્યાવૃષ્ટિ થઈ ગયો હોય તેવો જીવ સમ્યક્દર્શન પામવાની અભિલાષાવાળો, શુભ પરિણામની સન્મુખ થયેલો એક અંતર્મુહૂર્ત (બે ઘડીમાં કંઈક ઓછું) સુધી અનંતગુણા સમયે-સમયે વધતાં વિશુદ્ધ પરિણામ કરતો, સંક્લેશ પરિણામ દૂર કરી, કષાયની મંદતા કરતો જતો, વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વ કર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો, અશુભ પ્રકૃતિઓનો રસ ઘટાડતો, શુભ પ્રકૃતિઓનો રસ વધારતો, ત્રણ કરણની (સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવની) શરૂઆત કરે છે. આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે. તેની હદ સુધી જીવ અનંતીવાર આવી, પાછો ફરી જાય છે, મંદ પુરુષાર્થી થઈ જાય છે કે સમકિત થઈ ગયું એમ માની બેસે છે કે કોઈ અન્ય મતમતાંતરમાં તણાઈ જાય છે; પણ જે કરણ લબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, વધ્યો નહીં. કરણ લબ્ધિ વડે, બે ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થાય છે. ત્રણ કરણ : (૧) યથાપ્રવૃત્તિકરણ વખતે અલ્પશુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયાં હોય તેવાં પરિણામ પામવા, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ. (૨) અપૂર્વકરણમાં સમયે-સમયે શુદ્ધતર પરિણામ થાય છે, પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે, અનુભાગ (રસ) અશુભ પ્રકૃતિઓનો ઘટતો જાય છે અને ગુણશ્રેણીસંક્રમણ નામની ક્રિયાથી નિર્જરા થયા કરે છે, ગ્રંથિભેદ થાય છે. (૩) અનિવૃત્તિકરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વ જીવોનાં પરિણામ સરખે-સરખાં વધ્યા કરે છે – જેમ લશ્કરી કવાયતમાં સાથે પગ, બધાના ઊપડે છે તેમ. અપૂર્વકરણમાં થતી નિર્જરાનો ક્રમ ચાલુ રહે છે અને અંતરકરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે; એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મોનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવો આંતરો પાડી દે છે, અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે છે : (૧) પહેલાં હતું તેવું; (૨) મિશ્ર = કંઈક ઘટતા બળવાળું, સાચી શ્રદ્ધાના ભેગવાળું; (૩) સમકિતમોહનીય = જેના ઉદયમાં સમકિતનો નાશ ન થઇ જાય તેટલા મંદ બળવાળું. આમ થતાં સાચી શ્રદ્ધા, સમ્યક્દર્શનનો ઉદય થાય છેજી. કેવળજ્ઞાની ભગવાને જીવના સૂક્ષ્મ ભાવો અને કર્મ ઉપર તેની થતી અસર દર્શાવી, તે અવસ્થાનું વર્ણન કરેલું છે. બહુ જ સંક્ષેપમાં પાંચ લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્રાનુસાર લખ્યું છે, તે હાલ વાંચી વિચારશો. (બી-૩, પૃ.૫૪૧, આંક ૫૯૩) યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના એક-એક કરતાં વિશેષ નિર્મળ પરિણામ, તે, દર્શનમોહ અને ચારિત્રમોહનું બળ ઘટાડી, સમ્યકત્વ કે શ્રેણીને યોગ્ય, જીવને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy