SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ કહેવા યોગ્ય અને આપણે વારંવાર વિચારવા યોગ્ય જ્ઞાનીપુરુષોએ ઘણું કહ્યું છે, પણ આ જીવ નફટ થઇને ફરે છે. જાણે મરવું જ ન હોય, એમ બેફિકરો થઇ સંસારમાં રાચી રહે છે; સાંસારિક સુખો માટે ઝૂર્યા કરે છે, તે સુખોને મેળવવા મન કલ્પનાઓ કર-કર કરે છે; એટલે, આત્મા શું હશે ? તેને માટે શું કરવું ? તે કેમ સુખી થાય ? તેનો વિચાર કરવાની નવરાશ જીવને મળતી નથી, અને તે વિષે જ્ઞાનીપુરુષોએ શું જણાવ્યું છે, શું શું આજ્ઞા મને કરી છે, તેનો વિચાર કરવાનું જીવને કેમ ગમતું નહીં હોય ? એમ જણાય છે કે જીવને બોધની ખામી છે. સત્સંગની જરૂર છે. તે ન હોય તો તેની ભાવના રાખી, આત્મહિત મારે આ ભવમાં જરૂર કરી લેવું છે, એટલું તો મનમાં દૃઢ કરી રાખી, તે નિશ્ચય વારંવાર દિવસમાં યાદ લાવવા યોગ્ય છે. (બો-૩, પૃ.૧૦૨, આંક ૯૪) આપનો પત્ર મળ્યો. આત્મહિતની જિજ્ઞાસા જાગી છે, તે રાણી પડી ન જાય (ઓલવાઇ ન જાય) તેમ વર્તવા ભલામણ છેજી. શોધે તેને મળી આવે છે. પૂર્વપુણ્ય બળવાન હોય તો વગર શોધ્યે સહજ સુસંગે પણ જીવને જાગૃતિ આવે છે, પણ પ્રમાદ જેવો કોઇ શત્રુ નથી. મંદવાડ ભારે હોય તો વિચારવાનને એમ થાય કે જો જીવતાં રહેવાય તો જે આજ સુધી કરવાનું રહી ગયું છે, તે હવે વધારે કાળજી રાખીને કરી લેવું; પણ સાજા થતાં તે વૃત્તિ ટકતી નથી. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય કે શુભ વૃત્તિ ઊગી જ ન હોય, તેમ પાછો અનાદિના કુસંગમાં આનંદ માનતો જીવ થઇ જાય છે. તે આત્મઘાતક વૃત્તિ ઉચ્છેદવા, હવે તો પુરુષાર્થ ખરેખરો કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૩૨૬, આંક ૩૧૯) D અનાદિકાળથી આ જીવને અનાદરણીય, વારંવાર પ્રાપ્ત થયેલા દેહાદિ પદાર્થો પ્રત્યે આશ્ચર્યકારી માહાત્મ્ય લાગ્યું છે. તેની મૂર્છામાં પોતાના શ્રેયનો વિચાર, નિર્ણય કે તેને અર્થે અથાગ પુરુષાર્થ કરવો ઘટે છે, તેનું ભાન જાગતું નથી. પરમકૃપાળુદેવે તે વિષે અત્યંત ઊંડા વિચારે મંથન કરી, નિર્ણય જણાવ્યો છે કે : ‘‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.'' ‘‘કલ્પિતનું આટલું બધું માહાત્મ્ય શું ? કહેવું શું ? જાણવું શું ? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી ?’’ (૫૭૬) ‘‘અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઇ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશવૃષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઇ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઇ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એવો જ્ઞાનીપુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy