SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૧ વિભાગ-૮ સંકલન મોક્ષ D પ્રશ્ન : મોક્ષ કોને કહેવાય? ઉત્તર : શુભ કે અશુભ ભાવ વડે પુણ્ય કે પાપ બંધાય છે, તેની નિવૃત્તિ થયે જીવ સમભાવમાં, આત્મભાવમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટા, નિર્વિકલ્પ રહે ત્યારે પૂર્વે બાંધેલાં કર્મ છૂટવા માંડે છે અને નવાં કર્મ બંધાતાં નથી. રાગ-દ્વેષમાં જીવ તણાયા કરે છે, તે ટેવ પલટાવી, મંત્ર આદિ જ્ઞાનીની આજ્ઞામાં સ્થિર થતાં શાંતિ-આત્મસુખ અનુભવાય તો કશા બીજા વિકલ્પો ન રહે, ત્યાં માત્ર આત્મા આત્મારૂપે જ રહે એવી દશાથી, કર્મ જેટલાં બાંધેલાં છે, તે બધાં ક્ષય થતાં, નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપે પરમ આનંદમય સદાય રહેવું, તે મોક્ષ છેઃ “દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.' (બો-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) D એક રાજા હતો. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેનો અવશ્ય મોક્ષ થાય અને એને સાંભળવાથી અમુક-અમુક મોક્ષે ગયા છે. એ સાંભળી, રાજા બહુ આનંદ પામ્યો. એમ કરતાં-કરતાં દસ ચોમાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મોક્ષ થતો નથી ? એવામાં કોઇ આચાર્ય પધાર્યા. તેમને રાજાએ પૂછયું, “મહારાજ, મોક્ષ કેમ થતો નથી ?' આચાર્યું કહ્યું, “મોક્ષે જવું છે કે વાતો જ કરવી છે?” રાજાએ કહ્યું, “ના, મોક્ષે તો જવું છે.' મહારાજે કહ્યું, સવારે પેલા શાસ્ત્રીને લઈને ધર્મશાળામાં આવજે.' બીજે દિવસે રાજા અને શાસ્ત્રી બંને આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તો પેલા શાસ્ત્રીને એક થાંભલે બાંધી દીધો અને રાજાને પણ બીજા થાંભલે બાંધી દીધો. પછી મહારાજ બોલ્યા, શાસ્ત્રીજી, પેલા રાજાને છૂટો કરો.' શાસ્ત્રીજીએ કહ્યું, “મહારાજ, હું તો બંધાયેલો છું, કેવી રીતે છૂટા કરું ?' પછી મહારાજે રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છૂટો કરો.” રાજાએ કહ્યું, “એ તો કેમ બને?” ત્યારે મહારાજે કહ્યું, “બંને સમજી ગયાને?'' રાજાએ કહ્યું, “ખુલ્લા શબ્દોમાં કહો, જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલો કેમ કરી છોડાવે? પણ છૂટો હોય, તે છોડાવી શકે. તેમ જ મોક્ષ થવા માટે, જે મોક્ષ ભણી જવા માંડયા છે, જે સંસાર પરિગ્રહથી અને રાગ-દ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે, એવા પુરુષો મોક્ષે જવાનો રસ્તો બતાવી શકે; અને પછી જો જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તો અવશ્ય મોક્ષ થાય, પણ વાતો કરવાથી થાય નહીં.'' (બો-૧, પૃ.૩૩, આંક ૨). અનાદિકાળથી એમ ચાલ્યું આવે છે કે કોઈ ક્રિયાઓને સ્થાપે છે, કોઈ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહે છે; પણ બેય જોઇએ. પક્ષીને બે પાંખ હોય તો ઊડે. એક પાંખ ટૂટી જાય તો ઊડી શકે નહીં. તેમ એકલા જ્ઞાનથી મોક્ષ ન થાય, એકલી ક્રિયાથી પણ મોક્ષ ન થાય. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy