SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯) સદ્ગુરુપ્રસાદ શ્રી સદ્ગપ્રસાદ ગ્રંથ મોકલ્યો છે તે અપૂર્વ પુસ્તક માની, તેમાંના ચિત્રપટનાં વારંવાર દર્શન કરવા યોગ્ય છે, તથા સ્વહસ્તે લખેલા પત્રો પણ ઉલ્લાસભાવે બને તો વાંચવા, મુખપાઠ કરવા લાયક છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પોતાનો દેહ ન હોય ત્યારે મુમુક્ષુને સંભારણારૂપે, એ પ્રસાદીનું પુસ્તક આપવા કરાવી રાખેલું હતુંજી. તે, માંદગી હોય ત્યારે દર્શનપોથીની પેઠે પાસે રાખી, તેમાંથી દર્શન કરતા રહેવાથી તથા જે માંદા હોય તેને દર્શન કરાવવાથી, ભાવ સપુરુષની આત્મદશા પ્રત્યે વળતા સમાધિમરણનું તે કારણ થાય તેમ છે, એવું તેઓશ્રીએ જણાવેલું છેજી. તેમાં વીસ દોહરા, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર છે તે તમે મુખપાઠ કરેલ છે, એટલે તેમાં જોઇને વાંચતા પરમકૃપાળુદેવના અક્ષરો વાંચતા શીખી જવાશેજી; તથા કેટલાક પત્રો સમાધિસોપાનમાં પાછળ છાપેલા છે તે પણ શ્રી સદ્ગુરુપ્રસાદમાં લખેલા છે, તે જોઈ-જોઈને શ્રી સદ્ગુરુપ્રસાદ પણ વાંચતાં શીખી શકાશે; ન ઊકલે તો હાલ ગભરાવું નહીં. અહીં આવશો ત્યારે બધું બની રહેશે; પણ દર્શન કરવાનું અને સમાધિમરણ માટે માળા ફેરવવાનું ચાલુ રાખવા ભલામણ છેજી. વખત મળે તેટલો આજ્ઞા ઉઠાવવામાં ગાળવો. (બી-૩, પૃ.૩૭૩, આંક ૩૭૮) આપે પુછાવ્યું છે કે એક ભાઈને સદ્ગપ્રસાદ વાંચવા ભાવના રહે છે, તો કેમ કરવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે સગુરુપ્રસાદમાં છપાયેલા પત્રો બધા મોટા પુસ્તકમાં છપાયેલા છે, અને તે પુસ્તક તમારી પાસેથી એકાદ ભાગ લઈ જઈ શકે છે, કેટલાક સમાધિસોપાનમાં પણ છે. સરપ્રસાદની વિશેષતા તો જેને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ જાગ્યો છે, તેને તેના અક્ષરો પ્રત્યે, તેના ચિત્રપટો પ્રત્યે, મંદિર અને વેદવાક્યથી વિશેષ ઉલ્લાસ પ્રગટવાનું નિમિત્ત છે; એટલે છાપેલા પત્રો કે હસ્તલિખિત તેમને તો હાલ સરખા છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેમ જેમ પૂજ્યબુદ્ધિ વધશે, તેમ તેમ તેમને તેનું મહત્ત્વ યથાયોગ્ય કાળે લાગવા સંભવ છે; જે હાલ તમારી પાસેથી વાંચી લેવાથી સામાન્યપણું થઈ જાય અને ભવિષ્યમાં પ્રેમપૂર્વક દર્શનાર્થે રાખવાની ભાવના આળસી જાય, એ રૂપ તેમને પોતાને વિશેષ લાભનું કારણ ભવિષ્યમાં થવા યોગ્ય છે, તેમાં વિઘ્નકર્તા હાલની તે ઇચ્છા કુતૂહલરૂપ છે. તેમની ભાવના અહીં આવી ગયા પછી વર્ધમાન થયેલી લાગે, જેમ યોગ્ય લાગે તેમ પ્રવર્તવા પછીથી હરકત નથીજી. સત્સાધનનું દિવસે-દિવસે અપૂર્વપણું ભાસે તેવા સત્સંગ, સદ્વિચારમાં રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૧) સમાધિશતક D સમાધિશતક શ્રી યશોવિજયજીનું પ્રાપ્ત થયેલ છે. શાસ્ત્ર ઉત્તમ છે. ઉત્તમ મુમુક્ષુને યોગ્ય તેમાં ઉત્તમ ગહન વાતો છે. (બી-૩, પૃ.૧૨૦, આંક ૧૧ ૬) | D સમાધિશતક સારો ગ્રંથ છે; જૈનની ગીતા છે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy