SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૭ વિભાગ-૭ ગ્રંથવિશેષ આત્માનુશાસન 3 આ ગ્રંથ ગુણભદ્રાચાર્યે રચ્યો છે. તે કહે છે કે ““આ ગ્રંથને સાંભળીને ડરશો નહીં. જેમ બાળકને દવા પાવા જાય ત્યારે ડરે છે, તેમ અમારાં સુખો છોડાવી દેશે એમ માની ભય પામશો નહીં. તમે બધા સુખને જ ઇચ્છો છો અને અમે પણ તમને સુખ થાય એવો જ ઉપદેશ આપીએ છીએ.'' આ ગ્રંથ વૈરાગ્ય વધે એવો છે, પણ પાછું તેવું વાતાવરણ જોઇએ. પહેલાં હું આણંદથી અહીં પ્રભુશ્રીજી પાસે આવતો ત્યારે પ્રભુશ્રીજીએ મને આ ગ્રંથ વાંચવા આપેલો પછી આણંદ ગયો. બધું કામ પૂરું થઈ ગયા પછી થાક લાગતો અને સાંજે વિશ્રામ લેવા બેસતો, તે વખતે આ ગ્રંથ વાંચતો; પણ ત્યારે ઊંઘ આવતી અને એમ લાગતું કે આ પુસ્તકમાં કંઈ રસ જ નથી. વાતાવરણ એવું હોવાથી એવું લાગતું; પણ અહીં આવ્યા પછી જ્યારે વાંચવા મળ્યું, ત્યારે લાગ્યું કે અહો ! આ તો કોઇ અદ્ભુત ગ્રંથ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮) ઉપમિતિભવપ્રપંચ D ઉપમિતિભવપ્રપંચમાં શ્રી સિદ્ધર્ષિમુનિએ મહામોહને રાજાની ઉપમા આપી છે. તે ઘણો ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ વૈષ-ગજેન્દ્ર છે. તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આ સર્વ મોહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં આખા મોહનીયકર્મને મહામોહ નામ આપ્યું છે. (Great Britain એવું નામ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમોહ, કષાય અને નોકષાયનું એકત્ર નામ મહામોહ પાડ્યું છે.) (બો-૩, પૃ.૨૮૫, આંક ૨૭૫). ઉપમિતિભવપ્રપંચ વાંચવા વિચાર રહે તો તે પુસ્તક પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ મૂકી, નમસ્કાર કરી વાંચવાની આજ્ઞા લઈ, વાંચવાનું કરશોજી. દ્રમક ભિખારીનું દ્રષ્ટાંત પ્રસ્તાવનારૂપ પહેલા ભાગમાં આવે છે. તે બહુ વિચાર કરી સમજવા યોગ્ય છે'. આપણને સત્પષની કૃપાથી જે સામગ્રી મળી આવી છે, તેનો સદુપયોગ કરી આત્મશ્રદ્ધા કરવામાં, આપણને શું શું વિઘ્નો નડે છે, તેનો યથાર્થ ખ્યાલ તે કથાનકની શરૂઆતમાં જણાવી, તેનો ઉપનય-દ્રષ્ટાંત, શું સમજાવવા લખ્યું છે, તેનું વિવેચન પણ ગ્રંથકારે આપ્યું છે. તેમાં જણાવેલી સૂચનાઓ, જો જીવનમાં ઉતારે તો ઘણો લાભ થાય તેવું રસિક પુસ્તક છે. ઉતાવળથી, મોટું પુસ્તક છે માટે વાંચી નાખવું છે એમ મનમાં ન આણતાં, બે-ચાર જણ હાજર હોય, તે પરસ્પર જેટલું સમજાય તેટલું કહી બતાવે કે બને તેટલી ચર્ચા કરતા રહે તો ઘણું વિચારવાનું તેમાંથી મળશે. (બી-૩, પૃ.૧૧૭, આંક ૧૧૩)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy