SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૯ ૧૭૯) વિભાગ-૬ અન્ય વિવેચન | | અમિતગતિઆચાર્યશ્રત સામાયિક પાઠ: જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૩ દેહને જ પોતાનું સ્વરૂપ માનનાર બહિરાત્માને ઉદેશીને, તેને પરમાત્મસ્વરૂપનું ભાન થવા શ્રી આચાર્ય પ્રાર્થનારૂપે કહે છે કે જે સ્વરૂપ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શનની પ્રાપ્તિથી (યોગ = પ્રાપ્ત થવાથી) સમજાય છે, તે આત્મસ્વરૂપ અનંત સુખરૂપ (આનંદના ભંડારરૂપ) છે, તથા તને અત્યારે જે જે પ્રસંગે, જે જે નિમિત્તોમાં વિકારભાવ થાય છે, તેવા પ્રસંગે અથવા કોઈ પણ નિમિત્તે જેના આત્મામાં વિકાર થાય તેવાં કર્મ રહ્યાં નથી, પરંતુ અચળ, સ્થિરરૂપ, અસંગ પરમાત્મા છે. જ્યારે મન અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ તદ્દન રોકાઈ જાય ત્યારે જે જ્ઞાતા, દ્રષ્ટા, નિર્વિકાર આત્મા શુદ્ધસ્વરૂપે સમજાય છે, તે પરમાત્માના નામથી (સંજ્ઞાથી) ઓળખાય છે. તેને સ્વર્ગના દેવો પણ પરમ દેવ માની પૂજે છે. તે પ્રેમમૂર્તિ, પ્રિયતમ સિદ્ધભગવાન મારા હૃયમાં સદાય વસજો એવી વિનંતી છેજી. હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો, અમૂલ્ય આસન થાય છે, શુભ સાધવા સમાધિ તો. ૨૨ અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' દાભનું આસન પાથરી, કોઈ ઊભા-ઊભા કે કોઇ પદ્માસન વાળી ધ્યાન-સમાધિ લગાવે છે, પણ શ્રી આચાર્ય કહે છે કે દાભના, પથ્થરના કે પાટ વગેરે લાકડાના આસનની મારી માગણી નથી. મોક્ષની જેને ઇચ્છા છે તેણે તો, આત્માને આત્મામાં સ્થિર કરવારૂપ આસન લેવું પડશે. જે જે પદાર્થો ઇન્દ્રિયોથી જણાય તેમાં રાગ, દ્વેષ અને મોહ નહીં કરવાથી, મન સ્થિર થાય છે. તે જ ખરું આસન છે. “રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ, કર્મ ન બંધાય તેમ રહેવાય તે ખરું આસન કે ધ્યાન છે અને તે મોક્ષનું કારણ છે. કષાય = ક્રોધ, માન, માયા, લોભ. જ્ઞાનમય વિશુદ્ધ આત્મ સ્વ-આત્મથી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, અનુભવ આ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, અખંડ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં. ૨૫ દેવતા ચીપિયા વડે પકડાય છે તેમ આત્મા આત્માથી (જ્ઞાનથી) ગ્રહણ થાય છે. ઇન્દ્રિયો કે મન વડે તેનો અનુભવ થતો નથી. દેહાદિ પદાર્થોથી ભિન્ન આત્મા સદ્દગુરુના બોધે સમજી, અંતર્મુખવૃત્તિના અભ્યાસરૂપ યોગે એટલે અંતરાત્મા થઈ પરમાત્માની ભાવના કે તેમાં તલ્લીનતા, સ્થિરતારૂપ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy