SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૩ U જ્ઞાનનું ફળ વિરતિ છે. (૭૪૯) “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦'' ઉપરની કડીમાં જે જ્ઞાન કહ્યું છે, તે દુર્લભ છે. પુસ્તકો વાંચી ભણી લેવાં, સંસ્કૃત ભણવું, પુસ્તકો લખવાં કે મુખપાઠ કરી લેવું, તેને જ્ઞાની પુરુષો જ્ઞાન કહેતા નથી. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.'' એવું આત્મજ્ઞાન જેને પ્રગટે છે, તેને પાંચ ઇન્દ્રિયો અને મન વશ વર્તે, એવો પ્રત્યાહાર નામનો ગુણ પ્રગટે છે. “વિષય વિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે.” આત્મજ્ઞાનનું ફળ સંયમ અથવા વિરતિ છે. વિરતિ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષય - રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ - તેમાં જે રતિ-પ્રીતિ હતી, તે ટળી ગઈ. તે સારા લાગતા નથી. ઉપરથી સુંદર દેખાતા કિંપાકવૃક્ષના ઝેરી ફળ જેવા ઇન્દ્રિયના વિષયો લાગે છે તથા મનને બાહ્ય પદાર્થોમાં જે મોહ હતો, તે આત્માનું માહાભ્ય સમજાતાં ““સકળ જગત તે એંઠવતું, અથવા સ્વપ્ન સમાન” કે “આત્માથી સૌ હીન' લાગે છે; તેથી સંસારના વિચાર અસાર લાગે, તેથી મન ત્યાંથી પાછું ફરી મહાત્મા પુરુષ, તેનાં વચન, તેની આજ્ઞા અને આત્મદશા વધારવાના વિચારો કરવાને દોડે છે અથવા તો પરમાત્મસ્વરૂપમાં લીન થાય છે. માટે બીજેથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાઈ, એક આત્મહિતમાં વર્તે અને આખરે શાંત થાય, તેનું નામ વિરતિ છેજી. સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.” વિરામ પામવું, શાંત થવું તે વિરતિ છે. જાણ્યા વિના તેમ બનતું નથી. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે-કમે લીન થવું, તેનું નામ વિરતિ છે. સંસારથી વિરામ પામી મોક્ષ થતાં સુધી તેનો ક્રમ છે. (બો-૩, પૃ.૫૦૨, આંક ૫૪૦). D “જલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસી કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીઠસૌ બખત માર્ન, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”(૭૮૧) જગતના ભોગવિલાસને (મોજશોખને) મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને (ચોવીસે કલાક નિર્વિઘ્નપણે ભક્તિ કરવાની અનુકૂળતા ન હોવાથી, ઘર-કુટુંબમાં વસવું તેને) ભાલા સમાન દુ:ખદાયી) જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે (આત્માનો ઉદ્ધાર કરવા મનુષ્યભવ મળ્યો છે, તે કુટુંબનાં કાર્યોમાં જેટલો અલેખે જાય છે તેટલું મરણ પાસે આવતું ગણે છે), લોકમાં લાજ (આબરૂ) વધારવાની ઈચ્છાને સુખની લાળ સમાન (તજવા જેવી) જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી (લીંટ, નાકમાં સંઘરવા કોઈ ન ઇચ્છે તેમ કીર્તિની ઇચ્છા તજવા જેવી) જાણે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy