SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૧) વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઇશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઇએ, અને ઇશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઇએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઇએ; અને ઇશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો-તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞ આદિ ગુણનો સંભવ કયાંથી થાય ? .... એ આદિ અનેક પ્રકારથી ઇશ્વરને તેને સ્વરૂપે માનતાં તેનું ઇશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. ટૂંકામાં આ વાત જણાવી છે. તેથી વિશેષ, વિચાર કે સત્સમાગમ વિના, સમજાવી મુશ્કેલ છેજી. અંગ્રેજીમાં કહેવાય છે : Perfection of humanity is divinity, એટલે જીવનો શિવ થાય છે. આ વાત તમે પણ કોઇ અંશે માનતા હશો. પૂર્ણપદની પ્રાપ્તિ અર્થે જ સર્વ ધર્માત્મા પ્રયત્ન કરે છે. અત્યારે આપણામાં અપૂર્ણતાઓ પ્રગટ જણાય છે, તે સર્વાશે દૂર કરવાનો સર્વ ધર્મનો ધ્યેય છે. તેવું પદ પૂર્વે શ્રી રામ, શ્રી મહાવીર આદિ અનેક મહાત્માઓ પામ્યા છે અને સદ્ગુરુકૃપાથી આપણે પણ પામી શકીએ તેમ છે. જે જે તે પરમપદ પામ્યા છે, તે સર્વ ઇશ્વરસ્વરૂપ છે એમ માનવાયોગ્ય છે; પણ જગતની રચના કરે તે ઈશ્વર, એવી વ્યાખ્યા કરતાં ઉપર જણાવેલા અને તેવા અનેક દોષોનો સ્વીકાર કરવારૂપ વિરોધો જણાય છેજી. ઇશ્વર સંબંધી મહાત્મા ગાંધીજીએ પરમકૃપાળુદેવને પ્રશ્નો કરેલા છે; તે પ્રશ્નો અને ઉત્તરો, પત્રાંક પ૩૦માં છપાયેલા છે. તે વાંચવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૯૦, આંક ૨૮૦). D રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સંશય નથી. (૭૩૬) તો તે જ્ઞાન શું કામ કરતું હશે? એમ વિચાર આવે કે તે અવિષમ ઉપયોગને ટકાવી રાખતું હશે અથવા પરમ સુખસ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સર્વકાળને માટે પામ્યા (એવા) તે ભગવંતના પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ રાખતું હશે. તો તે લક્ષ આપણે રાખવા યોગ્ય છે કે કેમ ? જે પરમપુરુષનો, આપણને કોઈ મહા પ્રબળ પુણ્યને યોગે કે ધર્માદાની ડૂબકીની પેઠે, અચાનક યોગ થઈ ગયો છે, તેમની અપૂર્વ શાંતિપ્રેરક મુખમુદ્રાનાં પ્રત્યક્ષ દર્શન થયાં છે, હૃયને આલાદ તથા પરમ ઉત્સાહ આપનાર અમૃત સમાન બોધધારાનું, જેમની નિષ્કારણ કરુણાથી, આ નિષ્ફશ્યક જીવને શ્રવણ થયું છે, જેમની શીતળ છાયામાં આ જીવે ત્રિવિધ તાપથી બળતાં અનુપમ શાંતિ અનુભવી છે, વિશ્રાંતિ લીધી છે, તે પરમ ઉપકારી પ્રગટ પ્રભાવશાળી પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત ઉપકારી અંતરશાંતિને વારંવાર દયમાં વસાવીને, આ ત્રિવિધ તાપથી બળતા જીવને બચાવવારૂપ સ્વદયા કરવાનો આટલો, આ આથમતા દિવસ જેવા અલ્પકાળમાં, લાભ લઈ લેવા જેવો છે, કે પરિગ્રહરૂપ પાપમાં ને પાપમાં પોતાને રગદોળતા આવ્યા છીએ, અનંતકાળથી તેના પ્રત્યે શત્રુતા, ક્રૂરતા વર્તાવતા આવ્યા છીએ તેમ જ વર્તતા રહી, અંત સમય સુધી અસમાધિના જ કારણો સેવતા રહેવાનું ધાર્યું છે ? આવો આત્મહિત કરવાનો અવસર ફરી-ફરી પ્રાપ્ત થતો રહેશે, એવી કંઈ નિરાંત અંતરમાં વળી છે ? કે મોહનિદ્રાના ઘેનમાં જ ઠગાતા આવ્યા છીએ તેમ, આંખો મીંચી ઠગાયા જ કરીએ છીએ ? કેવો વ્યાપાર ચાલે છે તે પ્રત્યે, ઊંડા વિચારે દ્રષ્ટિ દેવા ભલામણ છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy